તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક:GTUનાં વિદ્યાર્થીઓને આવડતને આધારે કંપનીઓમાં જોબ અપાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નોલોજીની કંંપની સાથે સંસ્થાએ MOU કર્યાં
  • સાયબર સિક્યોરિટી સહિતના વિષયો ભણાવાશે

એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કોમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસીત થાય તેવા આશય સાથે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા તાજેતરમાં ટોપ્સ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્કિલ ડેવલપમેન્ટ સંદર્ભે એમઓયુ કરાયા છે. આ એમઓયુ પર જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ અને ટોપ્સ ટેક્નોલોજીસના એરિયા હેડ યાત્રિક ગોસ્વામી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ અંગે જીટીયુનાં કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, આ એમઓયુ થકી વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બાબતો, કૉમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લેસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં મદદરૂપ થશે.

વધુમાં જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્લેસમેન્ટ માટે કાર્યરત અને 200 થી વધુ કંપની સાથે જોડાણ ધરાવનાર અમદાવાદ સ્થિત ટોપ્સ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વાર્ષિક 1000થી પણ વધુ પ્લેસમેન્ટ કરવામાં આવે છે. ટોપ્સ ટેક્નોલોજી સાથે કરાયેલ આ એમઓયુથી સાયબર સિક્યોરિટી, મોબાઇલ કૉમ્યુનિકેશન, નેટવર્ક ટેક્નોલોજી અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવશે.​​​​​​​

જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કૉમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસીત થશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને આવડતના ધોરણે 3 જુદી-જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ અને રોજગારની તક આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિ વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો