તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલ બાઈક ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ:GTUના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક બાઈકમાં રૂપાંતરીત કર્યું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
GTUના 2 સ્ટુડન્ટ દ્વારા પેટ્રોલ બાઈકને ઈલેક્ટ્રિક બાઈકમાં કન્વર્ટ કર્યુ છે - Divya Bhaskar
GTUના 2 સ્ટુડન્ટ દ્વારા પેટ્રોલ બાઈકને ઈલેક્ટ્રિક બાઈકમાં કન્વર્ટ કર્યુ છે
  • 2 સ્ટુડન્ટ દ્વારા 6 વર્ષ કરાયેલા રિસર્ચના અંતે સફળતા મળી
  • 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી, માત્ર 0.25 પૈસા પ્રતિ કિમીની એવરેઝ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (GSMS) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે.

કોઈપણ પેટ્રોલ બાઈકને ઈલેક્ટ્રિકમાં કર્નવર્ટ કરી શકાય
એર્કી મોટર્સના સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, જનસામાન્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અમારા દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહિત આ ઈલેક્ટ્રિક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3 કે 4 દિવસના સમયમાં 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 કુલ મળીને 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 મિનિટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલી બેટરીથી 0.25 પૈસા / કિમીની એવરેઝથી 80 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર 2 યુનિટ લાઈટ બિલના 12 થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે.

ગિયરલેસ ઈલેક્ટ્રિક બાઈકની ઝડપ પ્રતિકલાક 60થી 120 કિમી
ગિયરલેસ ઈલેક્ટ્રિક બાઈકની ઝડપ પ્રતિકલાક 60થી 120 કિમી

હવાનું પ્રદૂષણ નહીં અને ધ્વની પ્રદૂષણ બહુ ઓછું
વધુમાં બંનેએ જણાવ્યું હતું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10 થી 12 ડેસિબલની માત્રામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રિક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી. માત્ર 3 થી 6 ડેસિબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે. કેટલાક ઉપકરણોનો વપરાશ ન હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરંતુ બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર , તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ 100 થી 150 કિલોગ્રામ રાખવામાં આવે છે. ગિયરલેસ ઈલેક્ટ્રિક બાઈક 60 થી 120 કિમી / કલાકની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર, રીક્ષા, ઈલેક્ટ્રિક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રિસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની કન્વર્ઝન ડિઝાઈન તૈયાર કરવામાં આવેલી છે.

સ્ટાર્ટઅપ એર્કી મોટર્સ શરૂ કરનાર સ્ટુડન્ટ સાથે અન્ય
સ્ટાર્ટઅપ એર્કી મોટર્સ શરૂ કરનાર સ્ટુડન્ટ સાથે અન્ય

સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ ફાયદાકારક
સમગ્ર વિશ્વમાં પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતના વપરાશનો વૈકલ્પિક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય. આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસએમએસના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલે વિદ્યાર્થીઓને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો