આયોજન:જીટીયુએ NEP 2020ના ઉપલક્ષે ફેકલ્ટી કેપેસીટી બિલ્ડિંગ પ્રોગ્રામ નિષ્ઠાનું આયોજન કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવીને વર્ષ-2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે.જેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ થકી દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરીને દેશ વિકાસમાં સહભાગી થઈ શકે. નવી શિક્ષણ પ્રણાલીથી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અર્થે NEP-2020માં શિક્ષકો માટે પણ વિવિધ આયામો પર તેમની કૂશળતા અને શિક્ષણ નીતિના મૂળ આશયથી અવગત થાય તે અર્થે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવા અર્થે દરેક યુનિવર્સિટીઝ અને શિક્ષણ સંસ્થાનોને જણાવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ઈન્ટર્નલ ક્વાલિટી એસ્યોરન્સ સેલ દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં 3 દિવસીય “ નોબલ ઈનિશિયેટીવ ટુ શાર્પન ટીચર્સ હોલેસ્ટીક એબિલિટી ” (નિષ્ઠા) ફેકલ્ટી કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે , રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ટ્રીચર ટ્રેનિંગ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.વિદ્યાર્થીના ભણતર અને જીવન ઘડતરમાં શિક્ષકનો બહુમૂલ્ય ફાળો છે. જેથી કરીને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શિક્ષકે પણ અનેક આયામો પર સુસજ્જ થવું અનિવાર્ય છે.વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનો રોલ ન માત્ર ગુરૂ પરંતુ એક મિત્ર અને ફિલોસોફર તરીકેનો પણ છે.નિષ્ઠા જેવા કાર્યક્રમ NEP 2020માં દર્શાવ્યા પ્રમાણેની શિક્ષણ પ્રણાલી લાગુ કરવા માટે સવિશેષ રીતે મદદરૂપ થશે.

3 દિવસીય ટ્રેનિંગ દરમિયાન જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીગ,ફાર્મસી ,મેનેજમેન્ટ અને બાયોટેક્નોલોજી શાખાના તમામ પ્રોફેસર્સ અને પી.એચ઼ડી સ્કૉલર્સે હાજર રહ્યા હતાં. આ દરમિયાન એકેડમીક લેક્ચર્સ , ટ્રેકિંગ , યોગા અને જ્ઞાન સાથે ગમ્મત દ્વારા NEP-2020ના નવા આયામો વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ટીચીંગ પેડાગોજી વિષય પર સી.યુ. શાહ યુનિવર્સિટીના પ્રો વેસ્ટ ડૉ. હેમંત ત્રિવેદી દ્વારા કેવી રીતે વિદ્યાર્થીને શિક્ષણ આપવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઈગ્લિંશના હેડ પ્રો. ડૉ. પરેશ જોષી દ્વારા કૉમ્યુનિકેશન સ્કીલ , વડોદરાની ટીચર્સ ટોક એકેડમીના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડૉ. વંદના પટેલ દ્વારા સ્ટુડન્ટ હેન્ડલિંગ એન્ડ કાઉન્સેલિંગ અને ઈફેક્ટીવ ક્લાસરૂમ મેનેજમેન્ટ , ટેક્નિકલ રાઈટીંગ અને ડેવલોપીંગ રિસર્ચ પ્રપોઝલ વિષય પર સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ દહેરાદૂનના હેડ પ્રો. ડૉ. મનીષકુમાર જેવા વિષય તજજ્ઞો દ્વારા એકેડેમિક લેક્ચર્સ લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્રિડાતંત્રના ફાઉન્ડર શ્રી ગજાનંદ પવાર દ્વારા ફન એન્ડ લર્ન અંતર્ગત જ્ઞાન સાથે ગમ્મત થકી વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષણ પૂરું પાડવું તે માટે વિવિધ રમતોમાં પ્રોફેસર્સને સહભાગી કરીને પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડ્યું હતું. નિષ્ઠાની ટ્રેનિંગ દરમિયાન ટ્રેકિંગ , યોગા, શારીરિક કસરત વગેરેના સમન્વય થકી તમામ પ્રોફેસર્સે પ્રકૃતિના સાનિધ્યમાં શારીરિક , માનસિક અને ઈન્ટલએક્ચ્યુઅલ ટ્રેનિંગ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...