સ્ટુડન્ટ્સ શીખ્યા આત્મરક્ષાના પાઠ:GTU દ્વારા 3500થી વધુ વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વ બચાવની તાલીમ લેતી વિદ્યાર્થિનીઓની તસવીર - Divya Bhaskar
સ્વ બચાવની તાલીમ લેતી વિદ્યાર્થિનીઓની તસવીર
  • જીટીયુ સાથે સંલગ્ન 37થી વધુ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે વિનામૂલ્યે તાલીમ અપાઈ

સમાજમાં બનતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણે દરેક મહિલા અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરિયાત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પરિપત્ર કરીને તમામ સંલગ્ન કૉલેજની વિદ્યાર્થિનીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીટીયુ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા સ્ટાફ માટે તાલીમનું આયોજન
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હર હંમેશ કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ સ્પોર્ટ્સ વિભાગના સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવીને સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

તાલીમ લેતી વિદ્યાર્થિનીઓની તસવીર
તાલીમ લેતી વિદ્યાર્થિનીઓની તસવીર

37થી વધુ કોલેજમાં તાલીમ અપાઈ
1 મહિના જેટલા ટૂકાં ગાળામાં જીટીયુ સંલગ્ન 37થી વધુ કોલેજોની 3500થી વધુ વિદ્યાર્થિની અને મહિલા કર્મચારીઓને જીટીયુ દ્વારા નિયુક્ત તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે 1 સપ્તાહની તાલીમ આપવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય સંલગ્ન સંસ્થાઓ ખાતે પણ આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે.

37થી વધુ કોલેજમાં તાલીમ અપાઈ
37થી વધુ કોલેજમાં તાલીમ અપાઈ

તાલીમ લેનાર વિદ્યાર્થિનીઓને વિવિધ રમતમાં રુચી જાગી
​​​​​​​
તાલીમના કારણોસર વિદ્યાર્થીનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવ્યું જ છે, સાથે-સાથે જુડો, કરાટે, ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાઈ હોવાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થિનીઓ આ ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરશે એમાં શંકાને સ્થાન નથી. સાપ્તાહિક તાલીમના અંતે કાયમી ધોરણે પણ દરેક સંસ્થામાં આ પ્રકારના વર્ગોનું આયોજન જીટીયુ અને સંલગ્ન કૉલેજના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...