તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:GTUએ રેમડેસિવિર ઈન્જેક્શન ચકાસવાની મેથડ વિકસાવી પરંતુ એક પણ સેમ્પણ ચકાસણી માટે આવ્યું નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
રીસર્ચ થયું પણ ચકાસણી માટે એક પણ સેમ્પલ નથી આવ્યું
  • પ્રતિદિન 90 રેમડેસિવિરના વાયલ ચકાસાઈ શકે તેવી કેપિસિટી છે
  • GTUના આસિસ્ટનટ પ્રોફેસર અને 2 વિદ્યાર્થીઓએ સાથે મળીને મેથડ વિકસાવી હતી
  • GTU દ્વારા રેમડેસીવરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે.જેના નકલી ઇન્જેક્શનના કૌભાંડ પણ સામે આવ્યા છે. ત્યારે સરકારી લેબમાં રેમડેસિવિર ઇન્જેક્શન અંગે ચકાસણી થાય છે જેમાં હવે GTU પણ જોડાયું છે. GTUના આસિસ્ટન્ટ પ્રોફેસર અને 2 વિદ્યાર્થીઓએ રેમડેસિવિર ચકાસણીની માટે મેથડ વિકસાવી છે પરંતુ હજુ સુધી કોઈ સેમ્પલ ચકાસણી માટે આવ્યું નથી.

પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ મેથડ વિકસાવી હતી
5મી મે થી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા રેમડેસિવિર ચકાસણી ની મેથડ વિકસાવવામાં આવી હતી. તે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું. GTUના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રોફેસર કશ્યપ ઠુમ્મર અને તેમના વિદ્યાર્થી મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા ઇન્જેક્શન ચકાસણી માટે મેથડ વિકસાવવામાં આવી હતી.પ્રોફેસર કશ્યપ ઠુમ્મરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેમડેસિવિર ચકાસવાના મશીન તો અનેક લોકો પાસે છે. પરંતુ અમે મેથડ ડેવલપ કરી છે.ગત ડિસેમ્બરથી મેથડ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. સ્ટાન્ડર્ડ પાવડર સાથે રો મટીરીયલ પર મેથડ ડેવલપ કરવામાં આવે છે. જેમાં ઇન્જેક્શનનું સોલ્યુશન બનાવીને મેથડ ચેક કરવામાં આવે છે ત્યારે રેમડેસિવરનું પરિણામ મળે છે.

ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરવામાં આવી.
ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરવામાં આવી.

એક દિવસમાં 90 ઈન્જેક્શન ચકાસી શકાય તેટલી કેપેસીટી
વધુમાં પ્રોફેસરે જણાવ્યું હતું કે તેઓ માત્ર 5 મિનિટમાં જ ચકાસણી કરીને ઇન્જેક્શન વિશે જણાવી શકે છે. આ મેથડ ડેવલપ કરવામાં તેમની સાથે તેમના 2 વિદ્યાર્થી પણ છે.અત્યારે તેઓ પ્રતિદિન 90 રેમડેસિવિરના વાયલ ચકાસાઈ શકે તેવી કેપિસિટી છે.સેમ્પલ ચેક કરવા માટે બધા સેમ્પલ ના સોલ્યુશન બનાવવા જરૂરી છે જે તેઓ અગાઉ બનાવી શકે છે.હાલ તેમની પાસે કોઈ સેમ્પલ ચકાસણી માટે આવ્યું નથી.સેમ્પલ આવે તો તેઓ ચકાસણી માટે તૈયાર છે અને રોજ 90 સેમ્પલ ચકાસી શકે છે.

ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરાશે
ઈન્ડિયન ફાર્મા કોપીયા કમિશન દ્રારા મંજૂર થયેલ દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ હોવાથી તેની‌ ઓફિશીયલ મેથડ નક્કી કરવામાં આવેલ નથી. ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડ લાઈન પ્રમાણે, પ્રથમ વખત GTU દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી(HPLC) મેથડ વિકસાવવામાં આવી છે.GTU ફાર્મસી સ્કૂલ દ્વારા 5‌ મીનીટની સમયમર્યાદામાં કોવિડ-19 સામે વાયરસનો‌ નાશ કરતું એન્ટી વાયરલ ડ્રગ્સ રેમડેસીવર યોગ્ય છે ‌કે નહીં તથા તેમાં રહેલા ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ
GTU દ્રારા રીસર્ચ કર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે.દરેક જન સામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. ‌GTUના કુલપતિએ ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે તથા કેટલાક અસામાજીક તત્વો કે‌ જેઓ નકલી રેમડેસીવરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે વેચાણ કરે છે. તેઓ પર લગામ લાગશે.

અન્ય સમાચારો પણ છે...