ઈ-સેમિનાર:​​​​​​​જીટીયુ જીએસએમએસ દ્વારા ઈમોશનલ ઈન્ટિલિજન્સ વિષય પર 5 દિવસીય ઈ-સેમિનાર યોજાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્તમાન સમયમાં ડિગ્રી કે જ્ઞાન માત્રથી જ ટીમ મેનેજમેન્ટ અને લિડરશીપ કરવું શક્ય નથી
  • ઈમોશનલ ઈન્ટિલિજન્સએ ટીમ મેનેજમેન્ટ અને લિડરશીપ માટે મહત્વનો ભાગ ભજવે છે
  • 22 રાજ્યોના 150થી વધુ ફેકલ્ટીઝ ઈ-સેમિનારમાં જોડાયાં

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) દ્વારા તાજેતરમાં “ઈમોશલન ઈન્ટિલિજન્સ” વિષય પર નેશનલ લેવલનો ઈ-સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પરીમલ વ્યાસ અને ગેસ્ટ ઑફ ઓનર તરીકે વર્લ્ડ બેંકના રીટાયરી ડૉ.રોની અધિકારી સહિત જીટીયુના કુલસચિવ ડૉ.કે.એન. ખેર અને જીએસએમએસના ડાયરેક્ટર ડૉ.પંકજરાય પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ડિગ્રી કે જ્ઞાન માત્રથી જ ટીમ મેનેજમેન્ટ અને લિડરશીપ કરવું શક્ય નથી. ઈમોશનલ ઈન્ટિલિજન્સએ ટીમ મેનેજમેન્ટ અને લિડરશીપ માટે મહત્વનો ભાગ ભજવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે, લિડરશીપ, સ્કીલ ડેવલોપમેન્ટ અને સંસ્થાગત એકમના વિકાસ જેવા મહત્વના પરીબળો માટે ઈમોશનલ ઈન્ટિલિજન્સ વિશેષ પ્રકારે મદદરૂપ થાય છે. આ ઈ-સેમીનારમાં દેશની વિવિધ આઈઆઈટી અને આઈઆઈએમના 14થી વધુ વિષય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

જેમાં 'ઇમોશનલ ઇન્ટેલિજન્સ'ના વિવિધ પાસાઓને આવરી લીધા હતાં. જેમ કે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ થકી સર્વાંગી વિકાસ , કાર્યસ્થળે ભાવનાત્મક પરિબળો અને નેતૃત્વ , સ્વ-જાગૃતિ , સહાનુભૂતિ અને સ્થિતિસ્થાપકતા. ઈન્ટિલિજન્સ ઈમોશનલ થકી યોગ્ય નેતૃત્વ કરવું વગેરે મહત્વના મુદ્દાઓને સાંકળીને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. 5 દિવસીય ઈ- સેમિનારમાં દેશના 22 રાજ્યોના 150થી વધુ ફેકલ્ટીઝ જોડાયાં હતાં. જીટીયુના કુલપતિ અને કુલસચિવશ્રીએ સફળ આયોજન બદલ જીએસએમએસના પ્રોફેસર ડૉ. સારિકા શ્રીવાસ્તવ અને અટલ એફડીપીના કો-ઓર્ડિનેટર્સ ડૉ. કિષ્ણા પરમારને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...