વર્તમાન સમયમાં ટેક્નોલોજી દરેક જનસામાન્યની જરૂરીયાત છે. ડિજીટલાઈઝેશનના આ સમયમાં સાયબર સિક્યોરીટીનું મહત્વ વિશેષ છે. જેના અનુસંધાને તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા “સાયબર ચેલેન્જીસ ફોર ઈન્ડસ્ટ્રીઝ 4.0” વિષય પર 5 દિવસીય શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના 60થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ 5 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયાં છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, જીટીયુ- જીસેટ દ્વારા સમયાંતરે સાયબર સિક્યોરિટીના વિવિધ વિષયો પર જાગૃકત્તા કેળવવા માટે અનેક પ્રકારના સેમિનાર અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જે અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે KHSના મેનેજીંગ ડાયરેક્ટર યતિન્દ્ર શર્મા , ગેસ્ટ ઑફ ઓનર તરીકે જીટીયુના બીઓજી મેમ્બર રાજુ શાહ , ઈન્ફોસીસ ટેક્નોલોજીના સિનિયર એસોસિયેટ કન્સલટન્ટ યશ દિવાકર , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્ય મહેમાન યતિન્દ્ર શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝ 4.0ની અદ્યતન ટેક્નોલોજી અને મશીન લર્નિગ , ઈન્ટરનેટ ઑફ થીંગ્સ , આર્ટીફિશિયલ ઈન્ટિલિજન્સ, ડેટા સાયન્સ અને ક્લાઉડ કૉપ્યુટીંગ જેવા ટૂલ્સથી ઔદ્યોગિક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે. વિશેષમાં સાયબર સુરક્ષા અંગે જાગૃત્તિ કેળવાય તે અર્થે વિસ્તૃત ચર્ચા કરી હતી.
5 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં આઈટી સિક્યોરીટી ઈન ઈન્ડસ્ટ્રીઝ , નેશન આઈટી સિક્યોરીટી સ્ટાન્ડર્ડ, સાયબર લૉ, આઈઓટી પ્રોટોકોલ , એન્ડ્રોઈડ મોબાઈલ સિક્યોરિટી જેવા વિવિધ વિષય પર તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પ્રોગ્રામના સફળ આયોજન માટે જીટીયુના કુલપતિ અને કુલસચિવે પ્રો. સીમા જોશી, અને પ્રો. ડૉ. પી. એસ. માનને શુભકામના પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.