નોમિનેશન:ભારતની સંશોધન સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બેંગ્લોરની કોર્ટ અને કાઉન્સિલમાં જીટીયુના કુલપતિએ AIU દ્વારા નોમિનેશન મેળવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં પશ્ચિમ ‌ઝોનના કુલપતિઓનું પ્રતિનિધિત્વ કરશે.

દેશમાં સંશોધન ક્ષેત્રે સર્વોચ્ચ સંસ્થામાં સ્થાન પ્રાપ્ત કરનાર અને NIRF 2021માં જેનો પ્રથમ નંબર છે તેવી બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ( IISC) દ્વારા ‌તાજેતરમાં યોજવામાં ‌આવેલ ઇલેક્શનમાં પશ્ચિમ ‌ઝોનમાં સૌથી વધુ મત મેળવીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) કુલપતિ પ્રો. ‌ડૉ.નવીન શેઠને‌ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. IISC સર્વોચ્ચ સત્તા મંડળ જેને કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી(AIU) તરફથી પશ્ચિમ ઝોનના કુલપતિઓના પ્રતિનિધિ તરીકે સૌથી વધુ મત મેળવી આગામી દિવસોમાં પશ્ચિમ ‌ઝોનના કુલપતિઓનું પ્રતિનિધિત્વ જીટીયુના કુલપતિ કરશે. દક્ષિણ ઝોનમાંથી શ્રી શ્રી યુનિવર્સિટીના રંજીતા કુલકર્ણી અને ઉત્તર ઝોનમાંથી અંકુર કુલકર્ણીને AIU તરફથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં કુલ 11 કુલપતિઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે‌ નોમિનેશન ભર્યું હતું, પરંતુ તેઓએ જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠને‌ સમર્થન આપીને વિડ્રો કર્યું હતું. AIUના મેમ્બર સેક્રેટરી ડૉક્ટર પંકજ મિતલ સહિત જીટીયુના તમામ‌ કર્મચારીઓ દ્વારા કુલપતિને‌ આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...