જીટીયુના કુલપતિ નવીન શેઠ કુલપતિ નિવાસ સ્થાન તેમજ ફલેટ બંનેનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ એનએસયુઆઇએ કર્યો હતો. કુલપતિ નિવાસ સ્થાન આપ્યું હોવા છતાં તેઓ અગાઉ ફાળવેલા સમર્પણ ફ્લેટમાં રહે છે અને બંને મકાનનો ઉપયોગ કરી સરકારી નાણાંનો વ્યય કરી રહ્યા છે.
એનએસયુઆઇના નેતા સુધીર રાવલે કહ્યું કે, કુલપતિ નવીન શેઠ કુલપતિ નિવાસ તેમજ અગાઉ નવરંગપુરા ક્લાસ-1 અધિકારીઓ સાથે ફાળવેલ મકાનનો પણ ઉપયોગ કરે છે. આ અંગે જીટીયુના કુલપતિ નવીન શેઠે કહ્યું કે, જીટીયુ પાસે ગેસ્ટ હાઉસ ન હોવાથી કુલપતિ નિવાસનો ઉપયોગ અમે ગેસ્ટ હાઉસ તરીકે કરી રહ્યાં છીએ અને તેનો રેકર્ડ પણ છે. હું બંગલાને બદલે ફ્લેટમાં રહું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.