તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MOU:અમદાવાદમાં GTU અને ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિ. વચ્ચે સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા કરાર થયા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે MOU કરવામાં આવ્યાં - Divya Bhaskar
ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે MOU કરવામાં આવ્યાં
  • ગ્રોથ સ્ટેજ પર પહોંચેલા સ્ટાર્ટઅપને 50 લાખથી વધુની આર્થિક સહાય આપવામાં આવશે.
  • અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક પણ કરી ચૂક્યા છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે GTU દ્વારા વિવિધ ઔદ્યોગીક એકમો સાથે MOU કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે MOU કરવામાં આવ્યાં છે.

5 કરોડનું વેન્ચર ફંડિગ પુરુ પડાશે
આ MOUથી ગ્રોથ સ્ટેજ પર પહોચેલા સ્ટાર્ટઅપને ઈક્વિટી બેઝ્ડ પર વિવિધ ઔદ્યોગીક એકમો દ્વારા મેન્ટરીંગથી લઈને તેની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરીત કરવા આ ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને જે-તે પ્રોડક્ટને ટ્રાયલ માટે થતાં ખર્ચ સંદર્ભે 50 લાખથી સ્ટાર્ટઅપની યોગ્યતાં અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 4 થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે.

4 થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે
4 થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે

409 જેટલા સ્ટાર્ટઅપને 4.75 કરોડ સહાય ફાળવાઈ
GTU- GIC દ્વારા અત્યાર સુધી 409 જેટલા સ્ટાર્ટઅપને 4.75 કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે. ઇન્ડિયન પેટન્ટ ઓફિ ખાતે GTUના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે.GTU- GIC દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. GTU અને GVFL વચ્ચે થયેલા આ MOUથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે.

ઉદ્યોગ સાહસિકોને ટેકનિકલી અને આર્થિક લાભ થશે
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, GTU અને GVFL વચ્ચે થયેલા આ MOUથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે. GTU તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને GVFL તરફથી સંસ્થાના પ્રેસિડેન્ટ મિહિર જોશી દ્વારા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે GTU ઇનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ, CEO તુષાર પંચાલ, GVFLના મેનેજીંગ ડિરેક્ટર દુખબંધુ રથ અને રવિન્દર ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.