તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદત વધી:GSTR-9, 9C રિટર્નની મુદત 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2018-19ના રિટર્નની મુદત ન વધારાઈ, 31 ડિસેમ્બર પછી ભરનારને રોજની રૂ.200 લેખે પેનલ્ટી લાગશે

જીએસટીમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે. જે લંબાવવા માટે અનેક રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાનમાં રાખી વર્ષ 2019-20 જીએસટીઆર 9 અને 9સી રિટર્નની મુદત 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે.

વર્ષ 2018-19ના વર્ષના જીએસટીઆર-9 અને 9સીની મુદતમાં વધારો કરાયો નથી. આ રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ફાઇલ કરવાના રહેશે. કરદાતા 31મી પછી ફાઈલ કરશે તો રોજની રૂ.200 લેખે પેનલ્ટી લાગશે.

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં જીએસટીઆર-9 અને 9સી ની મુદત વધારવા માટે પીઆઇએલ કરાઇ હતી. જેની સુનાવણી 31 ડિસેમ્બરના રોજ યોજાશે. છે. ઘણાં સમયથી એસોસિએશને 2018-19ના વર્ષના રિટર્નની મુદત વધારવા માટે રજૂઆત કરી હતી. પરંતુ નાણા મંત્રાલયે તેને ધ્યાનમાં ન લઇ તેની મુદતમાં વધારો કર્યો નહોતો. આમ આ મુદતમાં વધારો કરાયો નથી. એક સરવે પ્રમાણે માત્ર 40 ટકાએ રિટર્ન ફાઇલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો