તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને લીધે નિર્ણય:GST દંડમાફીની મુદત 30 નવેમ્બર સુધી લંબાવાઈ, રૂ.500 પેનલ્ટી સાથે જૂના રિટર્ન ભરી શકાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) વિભાગે જાહેર કરેલી દંડમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. કરદાતા રૂ.500ની પેનલ્ટી ભરી જૂના રિટર્ન ભરી શકશે.

દંડ માફી યોજનાની મુદત વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે. જે કરદાતાએ જુલાઈ 2017થી માર્ચ 2021 સુધીમાં રિટર્ન ફાઇલ ન કર્યા હોય તેઓ ટોકન પેનલ્ટી સાથે આ રિટર્ન ભરી શકશે. સામાન્ય રીતે જીએસટીઆર-3બી રિટર્ન મુદત બાદ ભરવામાં આવે તો રોજના રૂ. 50ની પેનલ્ટીની જોગવાઇ છે. એટલે કે જુલાઇ 2017નું રિટર્ન ભરવાનું બાકી હોય તો કરમાફી યોજના વગર રૂ.72 હજાર લેટ ફી ભરવાની આવે. તેની સામે સરકારની યોજનાનો લાભ લઇને રૂ. 500 ટોકન ફી ભરીને આ રિટર્ન ભરી શકાશે. આ યોજનાની મુદત 31 ઓગસ્ટ 2021ના રોજ પૂરી થતી હતી. જેનો લાભ ઘણાં બધા કરદાતા ન લઇ શકતા ડિપાર્ટમેન્ટ દ્વારા આ મુદત વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કરદાતા માટે કરમાફી યોજનામાં વધારો કરવામાં આવ્યો છે.

કરદાતાએ જુલાઇ 2017થી માર્ચ 2021 સુધીના જીએસટી રિટર્ન રૂ. 500ની પેનલ્ટી ભરીને બાકીની પેનલ્ટીમાંથી માફી લઇ શકે છે. આમ કરદાતાને 7થી 8 લાખ દંડની જગ્યાએ માત્ર રૂ.24 હજાર ભરીને છેલ્લા 4 વર્ષના રિટર્ન ફાઇલ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...