તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:GST કરદાતા હવે રિફંડ ઓનલાઈન ટ્રેક કરી શકશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક ડિટેઈલ પણ ઓનલાઈન અપડેટ થશે
  • PRN નંબર એન્ટર કરી સ્ટેટ્સ મેળવી શકાશે

જીએસટી વેબસાઇટ અપડેટ કરવામાં આવતા હવે કરદાતા પોતાનું રિફંડ ઓનલાઇન ટ્રેક કરી શકશે. આ ઉપરાંત કરદાતા પોતાના બેન્ક ડિટેલને ઓનલાઇન અપડેટ કરી શકશે. કરદાતાઓ પોતાના રિફંડને ઓનલાઇન ટ્રેક કરવા માટે લોગઈન કરવાની જરૂર નહીં રહે. આમ આ સગવડ શરૂ થતા કરદાતાઓ રિફંડનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકશે.

તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી પોર્ટલને અપડેટ કરાતા કરદાતાને રિફંડ ફાઇલ કર્યા બાદ કરદાતાનું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિન્ક થયેલું ન હોય કરદાતાને મળવા પાત્ર રિફંડ ડિપાર્ટમેન્ટ કરદાતાના ખાતામાં જમા કરી શકાતું ન હતું. જેને લઇને સુધારો કરાતા હવે કરદાતા આવા કિસ્સામાં અધિકારીઓને ડિટેલ આપી અને ઓનલાઇન પોતાનું બેન્ક એકાઉન્ટની ડિટેલ અપડેટ કરી શકશે. જેથી રોકાયેલા રિફંડનો નિકાલ આવી શકે.

વધારામાં કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલા કોઇ પણ પ્રકારના રિફંડ કલેમનું ટ્રેકિંગ હવેથી જીએસટી સિસ્ટમમાં લોગઈન થયા વગર કરી શકાશે. કરદાતાને રિફંડનું સ્ટેટસ જાણવા માટે લોગઈન થઇને જોઇ શકતા હતા.જે હવેથી લોગઈન થયા વગર જીએસટીની વેબસાઇટ પર પીઆરએન નંબર એન્ટર કરીને સ્ટેટસ જોઇ શકશે. જેથી કરદાતાને રિફંડનું સ્ટેટસ છે તે જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...