ચૂંટણી ડ્યૂટી:GST સ્ટાફ ચૂંટણી ડ્યૂટીમાં વ્યસ્ત, નવા નંબરની ફાળવણીનું કામ બંધ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્ટેટ GSTના 98% સુધી સ્ટાફને ચૂંટણીમાં જવાબદારી સોંપાઈ છે
  • નવા રજિસ્ટ્રેશન અને આઈટીસી ન મળતાં વેપારીઓને અસર

સ્ટેટ જીએસટીના 90થી 98 ટકા સ્ટાફને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી જીએસટીને લગતી કામગીરી થંભી ગઈ છે. જેમાં મુખ્યત્વે નવા નંબરો આપવાનું તેમજ આઈટીસી આપવાનું કામ બંધ થતાં કરદાતા પરેશાન છે.

જીએસટીના સ્ટાફને ડિસ્પેચિંગ, પોલિંગ, પ્રિસાઈડિંગ, એસએસટી, રિટર્નિંગ ઓફિસર, કાઉન્ટિંગ, ફલાઈંગ સ્કવોડ અને સર્વેલન્સના કામની તાલીમમાં રોકાયા છે. મુખ્ય કામગીરીમાં નવા જીએસટી નંબર અને કરદાતાઓને લેવાની થતી આઇટીસી મળતી નથી. એક તરફ નવા કરદાતાઓ જીએસટી નંબર ન મળતા તેઓ ધંધા રોજગાર શરૂ કરી શકતા નથી. તો બીજી તરફ જે લોકોની આઇટીસી બ્લોક થઇ ગઇ છે તેઓ ધંધા-રોજગાર કરવા મુશ્કેલ બની ગયા છે.

વેપારીઓની કાર્યકારી મૂળી બ્લોક થઇ જતા કામગીરી પર મોટી અસર પડી છે. આ ઉપરાંત કરદાતાઓને મળેલી નોટીસનો જવાબ આપવા જાય તો કોઇ મળતું નથી. જેના કારણે કરદાતાઓને અાગામી દિવસોમાં નોટિસની મુદત પૂરી થતી હોવાથી તેનો સામનો કરવો પડી શકે છે. આમ કરદાતાઓના કામ ન થતા તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...