જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરદાતા પોતાના જૂના રિટર્ન દંડ વગર ફાઇલ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ સ્કીમમાં કરદાતા દ્વારા ફાઇલ કરાયેલ રિટર્નમાં ખરીદનારને આઇટીસી રિફંડ મળશે કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી.
જીએસટી કાઉન્સિલ બેઠકમાં સરકારે જુલાઇ 2017થી રિટર્ન ફાઇલ ન કરી શક્યા હોય તેવા કરદાતા રિટર્ન ફાઇલ કરી શકે તે માટે જુલાઇ 2017થી માર્ચ 2021 સુધી રિટર્ન પરનો દંડ માફ કર્યો છે. જીએસટીના બીજા કાયદામાં સુધારો કરવામાં ન આવતા જૂના રિટર્નની આઇટીસી આપી શકશે નહીં. આમ રિટર્ન ભરનાર વ્યક્તિએ ટેક્સ ભરવો પડશે અને બીજી તરફ ખરીદનારને જરૂરી આઇટીસી ના મળતા જીએસટીની રકમ જેટલું નુકસાન થશે.
જીએસટી કાયદાની જોગવાઇ પ્રમાણે જે-તે વર્ષની ક્રેડિટ વર્ષ પૂરું થયાના 6 મહિનાની અંદર જીએસટીઆર-2એ રિટર્નમાં દેખાતી હોય તો જ આઇટીસીની ક્રેડિટ ખરીદનારને મળી શકે છે. જ્યારે આ દંડ માફી સ્કીમમાં છેલ્લા 4 વર્ષના રિટર્ન ભરવામાં છૂટ આપી છે, પરંતુ કરદાતા છેલ્લા એક વર્ષની ક્રેડિટ ખરીદનારને આપી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.