તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:સર્ચ દરમ્યાન GST અધિકારીઓ રિકવરી વસૂલી શકે નહીંઃ હાઇકોર્ટ

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારીમાં રાત્રે વસૂલેલી રિકવરી સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ
 • GST અધિકારીઓને વિડીયો કોન્ફરન્સથી હાજર રાખીને કોર્ટે ઉધડો લીધો

નવસારીમાં ભુમિ એસોસિએટના વેપારીઓને ત્યાં અરધી રાત્રે જીએસટી સર્ચ દરમ્યાન રીકવરી કરવા મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વર્ચ્યુઅલ સુનાવણી શરૂ થઇ ગયા બાદ પણ જી.એસટી અધિકારીઓ હાજર નહી થતા જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

કોર્ટે વચગાળા માટે નિર્દેશો જાહેર કર્યા હતા કે, જીએસટી સર્ચ દરમિયાન અધિકારીઓ કેશ, ચેક કે ઇ-પેમેન્ટ કોઇપણ સ્વરૂપે રીકવરી કરી શકશે નહી. સર્ચ દરમિયાન જો વેપારી જીએસટી અધિકારી સામે રીકવરી અંગે ફરિયાદ કરશે તો તે અધિકારી સામે શિસ્તભંગના પગલા લેવાશે. કોર્ટે વધુ સુનાવણી 18મી ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

રિકવરીમાં ફાસ્ટ છો, કોર્ટ સુનાવણીમાં કેમ મોડા પડો છો?
કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગયા પછી પણ જીએસટીના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી હાજર નહીં રહેતા કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી અને એવી ટકોર કરી હતી કે, તમે રીકવારી કરવામાં તો સવાર થવાની રાહ પણ નથી જોતા ઘણા ફાસ્ટ છો તો પછી કોર્ટ સુનાવણીમાં કેમ મોડા પડો છો?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો