કોલકાતા હાઇકોર્ટના ચુકાદો:ઘરેથી કામ કરતા વેપારીઓના GST નંબર રદ ન કરી શકાય

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનામાં સ્થળ મુલાકાત વખતે ઓફિસ બંધ હોવાથી નંબર બંધ કરી દેવાતા હતા

જીએસટી ડિપાર્ટમેેન્ટે તાજેતરમાં બોગસ કરદાતાને શોધવા માટે અધિકારીઓએ સ્થળ તપાસ શરૂ કરી છે. કરદાતાની સ્થળ તપાસ વખતે ઓફિસ કે વેપાર-ધંધાના સ્થળ બંધ હોય તો અધિકારીઓ તેમના જીએસટી નંબર રદ કરી દેતા હતા. જેના કારણે કરદાતા મુશ્કેલીમાં મુકાયા હતા. મોટા ભાગના કિસ્સામાં કોરોનાના કારણે વેપારીઓ ઘરેથી કામ કરતા હોવાથી તેમના વર્કના સ્થળ બંધ હતા. જેને લઇને કોલકાતા હાઇકોર્ટે આવા કિસ્સામાં કરદાતાના નંબરો રદ ન કરવાનો ચુકાદો આપ્યો હતો.

હાલમાં જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ કરદાતાઓને શોધવાની કવાયત હાથ ધરી છે. જેના માટે અધિકારીઓ દરેક કરદાતાઓના સ્થળ તપાસ કરવાની અને તેને લગતો રિપોર્ટ આપવાનું ફરજિયાત કર્યું છે. જેને લઇને ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક કરદાતાના રજિસ્ટર સ્થળ ઉપર તપાસ કરાય છે. અધિકારીઓ દ્વારા આવા વેપારીઓનું સ્થળ બંધ હોય તો નંબર બંધ કરી દેતા હતા. જેને લઇને કોલકાતાના કરદાતાએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જેમાં હાઇકોર્ટે જણાવ્યું કે, કોવિડને કારણે ઘણા બધા કરદાતાને પોતાની ઓફિસ કે ધંધાના સ્થળ ઉપરથી કામ કરવાની છૂટ અપાઈ ન હતી.

બંધ કરેલા GST નંબર ફરી શરૂ કરાશે
જીએસટી ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહીને હાઇકોર્ટે યોગ્ય ના ગણીને કરદાતાના નંબર ફરીથી શરૂ કરી દેવા આદેશ કર્યા હતા. ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહી હાઇકોર્ટે રદ કરીને કરદાતાઓને મોટી રાહત આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું કે, કોવિડને લઇને ઘરેથી કામ કરતા હોય ત્યારે રાહત આપવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...