તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદામાં સુધારો:અમદાવાદ શહેરના 42 હજાર કરદાતાના જીએસટી નંબર ફરી ચાલુ થશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ 6 રિટર્ન ન ભરાતાં નંબર રદ થઈ ગયા હતા
  • કાયદામાં સુધારા મુજબ છેલ્લા 180 દિવસમાં રદ નંબર ફરી સક્રિય થશે

તાજેતરમાં જીએસટી વિભાગે 6 રિટર્ન નહીં ભરનારા કરદાતાના નંબર રદ કર્યા હતા. કોરોનાની સ્થિતિને કારણે આ કરદાતા નંબર ફરી ચાલુ કરાવવા અરજી કરી શક્યા ન હતા. કરદાતાઓને મુશ્કેલી ન પડે તે માટે છેલ્લા 180 દિવસમાં બંધ થઈ ગયેલા નંબર ફરી ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરમાં 42 હજાર કરદાતાના નંબર રદ થઈ ગયા હતા.

કોરોનાને કારણે 20 માર્ચ 2020 બાદ ઘણા કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા અને તેમના નંબર રદ થઇ ગયા હતા. જેની સામે કરદાતાઓ અરજી પણ ન કરી શકતા વેપાર ધંધાને નુકસાન પહોંચ્યું હતું. કરદાતા વેપાર ધંધા ફરી વાર શરૂ કરવા માટે જીએસટી કાયદામાં સુધારો કરીને 20 માર્ચ 2020થી 30 જૂન 2021 સુધીમાં જે કરદાતાઓના નંબર રદ થયા હોય તેઓ ઓનલાઇન જઇને પોતાનો નંબર ચાલુ કરવા માટે અરજી કરી શકશે. અરજી બાદ જયુડિશિયલ તપાસ કરીને તેમની પાસેથી બાકી રહેતા ટેક્સને વ્યાજ સાથે ભરવાની બાંયધરી લઇને ચાલુ કરી આપશે. અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં 42 હજાર રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા હતા. જે આ સુધારો થતા પોતાનો નંબર શરૂ કરવા માટે અરજી કરી શકશે. આમ આવા કોઇ કરદાતાના નંબર રદ થયો હોય તો તેઓએ 30 સપ્ટેમ્બર 2021 પહેલા અરજી કરી દેવાની રહેશે. આમ સરકારે ઇઝ ઓફ ડુઈંગમાં રદ થયેલા નંબર ચાલુ કરવા માટે 180 દિવસની છૂટ આપીને કોવિડ સમયમાં થયેલા નુકસાન ભરપાઇ કરવા માટે એક તક આપી છે.

અન્ય સમાચારો પણ છે...