નંબર રદ થયા હોય તે કિસ્સામાં નોટિસ પાઠવી:બાકી રહેલા કમ્પલાઈન્સ મુદ્દે કરદાતાઓને GSTની નોટિસ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસનો જવાબ નહીં આપે તો પેનલ્ટી લાગશે

તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી સંખ્યામાં કરદાતાઓને પત્રક ના ભર્યા હોય, નંબર રદ થઇ ગયા હોય તેવા કિસ્સાઓમાં નોટિસ પાઠવવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં કરદાતાઓને વિવિધ કારણોસર નોટિસ પાઠવવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતાં પહેલા કરદાતાઓને તેમના બાકી રહેલા કમ્પલાઇન્સ પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં નોટિસ પાઠવવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટના દ્વારા કરદાતાઓને તેમના બાકી રહેલા પત્રકો, જીએસટી નંબર રદ થવા માટે, કરદાતાઓને આઇટીસી જેવા વિવિધ કારણોસર નોટિસ પાઠવી છે. કરદાતાઓ 31 માર્ચ પહેલા પોતાના ઇ-મેઇલ ચેક કરતા રહેવું પડશે. જો કોઇ કિસ્સામાં કરદાતા ઈ-ઈમેલ ચેક ન કર્યું હોય અને તેના કારણે નોટિસનો જવાબ આપવાનો રહી ગયો હોય તો તેવા કિસ્સામાં કરદાતાના મોટી રકમનો ટેકસ, વ્યાજ અને પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે, સ્ટેટ જીએસટીએ તાજેતરમાં બોગસ પેઢીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમણે બોગસ બિલ અને આઈટીસી લીધી હોય તે તમામને નોટિસ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...