તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:57 કેમિકલ વેપારીને ક્રેડિટ પરત કરવા GSTની નોટિસ, સ્વસ્તિક કેમિકલ પરની રેડમાં કૌભાંડ પકડાયું

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદની કંપનીએ બોગસ બિલ આપ્યાં હતાં

અમદાવાદની સ્વસ્તિક કેમિકલ પર સેન્ટ્રલ જીએસટીની ઈન્ટેલિજન્સ વિંગની તપાસમાં બહાર આવ્યું છે કે, કંપનીએ 57 કેમિકલ ડીલરને બોગસ બિલો આપ્યા હતા. વિંગે હવે 57ને નોટિસ આપી લીધેલી ક્રેડિટ વ્યાજ સાથે જમા કરાવવા આદેશ કર્યો છે.

ઈન્ટેલિજન્સ વિંગે તમામ 57ને સ્વસ્તિક કેમિકલ સાથે કરેલા વ્યવહારોની વિગતો માગી છે. ડાયરેક્ટર જનરલ, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે પાઠવેલી નોટિસમાં વ્યાજ સાથે પેનલ્ટીની ડિમાન્ડ કરી છે. વધારામાં જણાવ્યું છે કે, હજી કંપનીની તપાસ ચાલી રહી હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રકમમાં વધારાની શક્યતા છે. ટેક્સ-ઇન્ટરેસ્ટ ભરી દેવાશે તો દંડમાંથી માફી મળશે. જો નહીં ભરાય તો દંડ સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટની વસૂલાત થશે. આમ વેચનાર વેપારીની ભૂલના કારણે ખરીદનારે દંડાવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો