સર્વિસ ટેક્સ ભરવા જણાવ્યું:અમદાવાદ શહેરના 7 હજાર ડૉક્ટર, વકીલ અને કોન્ટ્રાક્ટરને GSTની નોટિસ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં ડોકટર, વકીલ, કોન્ટ્રાકટરો સહિતના પ્રોફેશનલ લોકોને નોટિસ પાઠવીને ટેકસની ડિમાન્ડ કરવામાં આવી છે. શહેરના 7 હજાર કરદાતાઓને ઇન્કટેકસ રિટર્નના ડેટા ઉપરથી આવી નોટિસ પાઠવી સર્વિસ ટેકસ ભરવા જણાવ્યું છે.

સીજીએસટી દ્વારા કરદાતાઓ પાસે 2016-17નો રેકોર્ડ માંગી તેમણે નહીં ભરેલા ટેકસ ઉપર ડિમાન્ડ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વકીલો, ડોકટરો, ભાડાની આવક ધરાવતા વ્યક્તિ, કોન્ટ્રાકટરોનો સમાવેશ થાય છે. આ નોટિસમાં તેમણે સર્વિસ ટેકસ કેમ નથી ભર્યો તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કમટેકસ રિટર્નની કોપી, વેચાણ અથવા સર્વિસના બિલો, વેટ અને સર્વિસ ટેકસના રિટર્નની કોપીની વિગતો માગવામાં આવી છે.આમ કોરોનાનો વેવ પૂરો થતા ડિપાર્ટમેન્ટે મોટા પાયે વેપારીઓને ચોપડા લઇને હાજર થવા માટે જણાવામાં આવ્યું છે. જો કોઇ કરદાતા સમયસર હાજર ન થાય તો કરદાતાઓને સાંભળવાની તક આપ્યા વગર 15 ટકાની આકારણીની નોટિસ આપી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...