બોગસ પેઢી:GSTની તપાસમાં 65માંથી 51 પેઢી બોગસ મળી આવી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેઢીઓએ 577 કરોડનાં બોગસ બિલ બનાવ્યાં
  • 97 કરોડની ITC મેળવી હોવાનું સામે આવ્યું

સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ બનાવતી પેઢીઓ શોધવા ડ્રાઇવ શરૂ કરી છે. રાજ્ય વ્યાપી 56 પેઢીઓના સ્થળો પર દરોડા પાડીને 51 બોગસ પેઢીઓ શોધી છે. આ પેઢીઓએ અત્યાર સુધીમાં રૂ. 577 કરોડના બિલ બનાવીને રૂ. 97 કરોડની આઇટીસી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મોટા ભાગની પેઢીઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવેલી છે.

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડને ડામવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ચાલતી ડ્રાઇવમાં 65 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદની 29, વડોદરાની 6, સુરત 25 અને રાજકોટમાં 5 પેઢીઓ ઉપર તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 51 પેઢીઓ બોગસ હોવાનું તપાસમાં બહાર આવી છે. બોગસ પેઢીઓમાંથી 23 પેઢીઓના ડોક્યુમેન્ટસ ફોર્જડ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અમદાવાદમાં વધુ 6 બોગસ પેઢી મળી
સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટની તપાસમાં ગત 7 જાન્યુઆરીના રોજ 16 બોગસ પેઢીઓ મળી આવી હતી. આ ઉપરાંત સોમવારે વધુ 6 બોગસ પેઢીઓ શોધી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ 22 બોગસ પેઢીઓ મળી છે.

અન્ય સમાચારો પણ છે...