વિવાદ:GSTએ શો-કોઝ નોટિસ વગર બેન્ક ખાતાં ટાંચમાં લીધાં, કરદાતાને સાંભળ્યા વગર ITC પેનલ્ટી સાથે ભરવા દબાણ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2017થી 2019ના વર્ષની સ્ક્રૂટિની માટે રૂબરૂ બોલાવાય છે

જીએસટી ડિપાર્ટમેન્ટ કરદાતાને 2017થી 2019ના વર્ષની સ્ક્રૂટિની નોટિસ આપી ચોપડા લઇને રૂબરૂ બોલાવે છે. તે પછી તે પછી જીએસટી પોટર્લ ઉપર ખરીદીની વિગત દેખાતી ના હોય તેવા કરદાતાઓને તે ખરીદીની લીધેલી આઇટીસી વ્યાજ અને પેનલ્ટી સાથે પરત આપવા માટે દબાણ કરે છે. કરદાતાઓને શોકોઝ નોટિસ પાઠવાતી નથી તેમજ કરદાતાઓને સાંભળવામાં ન આવતા હોવાની મોટી ફરિયાદો ઊઠી છે. કરદતાના બેન્ક એકાઉન્ટ પર ટાંચ મૂકી દેવાતા વેપાર-ધંધાને નુકસાન થઇ રહ્યું છે.

જ્યારે કરદાતા ખરીદીના બિલો,માલના પુરાવા, કરેલા પેમેન્ટની વિગતો રજૂ કરે છે ત્યારે જે વ્યક્તિએ ભૂલ કરી છે તેને પકડવાની જગ્યાએ ડિપાર્ટમેન્ટ ખરીદીનાર વ્યક્તિ પાસેથી વ્યાજ અને દંડ વસૂલે છે. 2017થી 19 દરમિયાન રૂલ 36X4 અમલમાં ન હોતો તેમ છતાં જેમાં આઇટીસીની ક્રેડિટ ઓનલાઇન દેખાવી જોઇએ તેવો કાયદો અમલમાં હોવા છતાં તેનો અમલનો આગ્રહ રાખી કરદાતાઓ પાસે ટેક્સ, વ્યાજ અને દંડની માંગણી કરવામાં આવે છે. વધારામાં અધિકારીઓ કરોડો રૂપિયાના ડિમાન્ડ કાઢે છે. શો-કોઝ નોટિસ આપ્યા વગર કે સાંભળ્યા વગર એક તરફી કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...