કાર્યવાહી:GST વિભાગે બોગસ બિલિંગની તપાસ કરતાં ટ્રકમાંથી દારૂ મળ્યો, રામોલ પોલીસની ટીમ પણ આશ્ચર્યજનક રીતે પહોંચી હતી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રકમાંથી 7 હાજરથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી - Divya Bhaskar
ટ્રકમાંથી 7 હાજરથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી
  • ડ્રાઈવરે રજૂ કરેલા ઈ-વે બિલમાં શંકા જતાં ટ્રકમાંથી દારૂની 7 હજાર અને બીયરની 4704 બોટલો મળી આવતા જપ્ત કરાઈ

રાજ્યમાં દારૂની હેરાફેરી બેફામ બની છે ત્યારે જીએસટીના બોગસ બિલિંગની ચકાસણી કરવા નીકળેલી જીએસટી વિભાગની મોબાઇલ સ્ક્વોડે 7140 નંગ વિદેશી દારૂની બોટલ અને 4704 નંગ બીયરના ટિન ભરેલી આઇસર ટ્રક ઝડપી લીધી છે, જે બાદ રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે જણાવ્યા મુજબ જીએસટી વિભાગના મોબાઇલ સ્ક્વોડ અમદાવાદ ટીમ-1 રામોલ, વસ્ત્રાલ ચાર રસ્તા આરએએફ કેમ્પની સામેના રસ્તા પર ઊભા રહી વાહન ચેકિંગ કરતાં હતા. તે સમયે ત્યાંથી એક આઇસર ટ્રક પસાર થતી હતી. ટીમ દ્વારા તપાસ માટે તેને અટકાવી તેની પાસે ઇવે બિલ માગ્યા હતા. જે ઇ-વે બિલ ટ્રક ચાલકે આપતાં તેણે જણાવ્યું હતું કે, તે એમજી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટરની લોરી ચલાવે છે. તેમજ તેણે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું ફેવિકોલનું બિલ રજૂ કર્યું હતું. ઇ-વે બિલમાં ગરબડ જણાતાં જીએસટી ટીમ દ્વારા ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે તપાસ ચાલી રહી ત્યાં જ આશ્ચર્યજનક રીતે રામોલ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી, જેથી જીએસટી વિભાગના અધિકારીઓની ટીમ અને પોલીસ દ્વારા રૂબરૂમાં તપાસ કરી ટ્રકમાંથી 7140 બોટલ વિદેશી દારૂ અને 4704 બીયરના ટિન જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...