પડ્યા પર પાટું!:કોરોના કાળમાં પણ સમયસર રિટર્ન નહીં ભરી શકનારા વેપારીઓ પાસેથી દંડ પેટે GST ડિપાર્ટમેન્ટે 460 કરોડ વસૂલ કર્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાકાળ હોવાથી દંડ માફી યોજના આપવા ટ્રેડ એસોસિએશનોની માગ

જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી લાગુ થયા ત્યારથી અત્યાર સુધીમાં કરદાતાઓ પાસેથી દંડ સ્વરૂપે રૂ.1600 કરોડની આવક મેળવી છે જે પૈકી 460 કરોડ તો કોરોનાકાળમાં ઉઘરાવી લીધા હતા. તાજેતરમાં એક આરટીઆઇના જવાબમાં જીએસટી ડિપાર્ટમેન્ટે ખુલ્લાસો કર્યો છે કે, વર્ષ 2017થી 2021 સુધીમાં સરકારને જીએસટીમાં રિટર્ન મોડા ભરવાની પેનલ્ટી અને દંડ રૂપે રૂ. 1600 કરોડની આવક થઇ છે. સામાન્ય રીતે જીએસટીમાં જીએસટીઆર-3બી રિટર્ન મુદત બાદ ભરવા ઉપર રોજના રૂ. 50 લેખે દંડની જોગવાઇ રહેલી છે. જેમાં સરકારે અત્યાર સુધીમાં બે વખત દંડ માફી યોજના જાહેર કરી ચુકયા છે. પહેલી યોજના વર્ષ 2018-19માં જ્યારે બીજી યોજના વર્ષ 2020-21માં જાહેર કરવામાં આવી હતી.

કોરોનામાં એમએસએમઇ અને નાના ઉદ્યોગકારો પોતાની આર્થીક પરિસ્થિતીને લઇને રિટર્ન સમયસર ના ભરી શકતાં તેમને દંડાવાનો સમય આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. 1600 કરોડની આવક જીએસટી ડિપાર્ટમેન્ટને દંડની જોગવાઇથી થઇ છે. વધારામાં વર્ષ 2020-21ના વર્ષમાં સકરકારને રૂ. 460 કરોડના દંડની આવક થઈ હતી. એટલે કે કોરોનાની મહામારીમાં પણ વેપારીઓ સમયસર રિટર્ન ના ભરી શકવાના કારણે દંડનો ભોગ બન્યા છે. આ અંગે ટ્રેડ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવતા. અગામી કાઉન્સીલ મીટિંગમાં આ દંડની રકમને લઇને કોઇ સ્કીમ આપવામાં આવે તેવી શકયતા છે.

4 વર્ષમાં 1600 કરોડ ઉઘરાવ્યા

વર્ષઆવક (કરોડમાં)
2017-18102
2018-19480
2019-20570
2020-21460
ટોટલ1612
અન્ય સમાચારો પણ છે...