મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદા:વેચનાર ટેક્સ ના ભરે તો ગ્રાહક પાસેથી GST ન વસૂલી શકાય, દેશભરના કરદાતાને રાહત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જીએસટીમાં જો વેચનાર વ્યક્તિ ટેક્સ ના ભરે તો તેની ભૂલની સજા ખરીદનારે ટેક્સ ભરીને પૂરી કરવી પડી હતી. મદ્રાસ હાઇકોર્ટે કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે, વેચનાર વ્યક્તિની ભૂલની સજા ખરીદનાર વ્યક્તિ પાસેથી ટેક્સ વસૂલ ના કરી શકાય. હાઇકોર્ટના આ ચૂકાદથી દેશભરના જીએસટીના કરદાતાઓને મોટી રાહત મળી છે. આમ હવે કરદાતાઓને ખોટી રીતે અધિકારીઓ હેરાન નહીં કરી શકે.

જીએસટીમાં સપ્લાયરે કોઇ ભૂલ કરીને ઇનવોઇસ આપ્યા હોય, ઇનવોઇસ આપ્યા હોય અને ટેક્સ ના ભર્યો હોય અથવા ખોટી ક્રેડિટ લઇને ટેક્સ ભર્યો હોય તેવા કિસ્સામાં ખરીદનાર વ્યક્તિ પાસેથી જીએસટીની વસૂલાત કરાતી હોય છે. જેને લઇને કરદાતાએ મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

આ કેસમાં ખરીદનાર વ્યક્તિ પાસે ખરીદીના પૂરતા પુરાવા, માલ મળ્યા છે અને તેનું પેમેન્ટ કર્યું હોય તેવા કિસ્સામાં ખરીદનાર વ્યક્તિ પાસે ટેક્સની માગણી ન કરી શકાય. જ્યારે સપ્લાયરની ભૂલને કારણે ખરીદનાર વ્યક્તિ પાસે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ટેક્સની ડિમાન્ડ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...