કોરોનાનો કહેર:હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસ બંધ કરવા GSRTCનો નિર્ણય, 32 ટ્રીપ કેન્સલ કરાઈ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદતા આ શહેરોમાં બસ પ્રવેશ બંધ કરાયો છે- ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજ્ય સરકારે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદતા આ શહેરોમાં બસ પ્રવેશ બંધ કરાયો છે- ફાઈલ તસવીર
  • કોરોનાના કારણે સ્થિતિ વધુ વકરશે તો અન્ય બસ પણ કેન્સલ કરી દેવાશે

અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ મહત્વનો નિર્ણય લીધો છે. એસ.ટી નિગમે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ બસ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ચાલતી હતી. જોકે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગાંધીનગર સુધીની 32 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. સાથે જો સ્થિતિ વધુ ખરાબ થશે તો અન્ય બસ પણ કેન્સલ કરવામાં આવશે.

17 માર્ચે ચાર મહાનગરોમાં ST બસ બંધ કરાઈ હતી
રાજ્યાન ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. ST દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. જો કે બાદમાં અમદાવાદ અને સુરતમાં શહેરીબસ સેવા જ બંધ કરી દેવાઈ હતી.

રાત્રિ કર્ફ્યૂનો સમય 9થી 6 કરાયો, શનિ-રવિ મોલ બંધ
અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે 18મી માર્ચે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફર્ફ્યૂનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ બસ સેવા બંધ કરી દેવાઈ છે- ફાઈલ તસવીર
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ બસ સેવા બંધ કરી દેવાઈ છે- ફાઈલ તસવીર

ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લદાયો હતો
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા, એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાદમાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરાયો છે

અમદાવાદમાં બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય બંધ
કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે 18 માર્ચથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે 16 માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...