શંકાનું સમાધાન:ગુજરાતમાં ધોરણ 10નાં પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલના માથે, કોઈ ગેરરીતિ થઈ તો કાર્યવાહીથી નહીં બચી શકે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ કેટલાક નિરીક્ષકોની નિમણૂક કરશે, જે સ્કૂલોના પરિણામ પર નજર રાખશે
  • 17 જૂન સુધી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનાં પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરાશે

ધોરણ 10ના રાજ્યના 8.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓનાં પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોને સોંપવામાં આવી છે. 17 જૂન સુધી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનાં પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવામાં આવશે. સ્કૂલ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યાં હોવાને કારણે અનેક વાલીઓને પરિણામ અંગે શંકા છે, જેની સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા સજ્જ છે..

કેટલીક સ્કૂલોની ઓનલાઈન માર્કસ અપલોડ કરવાની કામગીરી પૂર્ણતાને આરે
સ્કૂલ દ્વારા ધોરણ 9નું પરિણામ તથા ધોરણ 10ની સામયિક કસોટી અને અન્ય પરીક્ષાના આધારે પરિણામ આપવામાં આવશે. 17 જૂન સુધીમાં તમામ સ્કૂલો દ્વારા માર્ક્સ તૈયાર કરીને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. એ બાદ બોર્ડ દ્વારા પાક્કી માર્કશીટ તૈયાર કરીને વિદ્યાર્થીઓાં પરિણામ જાહેર કરવામાં આવશે. કેટલીક સ્કૂલોની ઓનલાઇન માર્ક્સ અપલોડ થવાની કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સાઈન બોર્ડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સાઈન બોર્ડ

પરિણામ મુદ્દે વાલીઓના મનમાં અનેક સવાલ
સ્કૂલો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવે છે, એ અંગે કેટલાક વાલીઓના મનમાં પ્રશ્ન અને શંકા છે કે સ્કૂલ જાતે જ પરિણામ તૈયાર કરતી હોય ત્યારે નબળા વિદ્યાર્થીઓને લાગવગ કે અન્ય કારણથી સારા માર્ક્સ આપવામાં આવે તો. હોશિયાર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન મહેનત કરી હોય, પરંતુ નબળા વિદ્યાર્થીઓને પણ હોશિયાર વિદ્યાર્થીઓ જેટલા જ માર્ક્સ આપવામાં આવશે તો. વાલીઓના મનમાં અનેક સવાલ છે જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને પરિણામની ચકાસણી કરવા માટે નિરીક્ષકો પણ નીમવામાં આવ્યા છે.

પરિણામ સંદર્ભે બોર્ડ નિરીક્ષકોની નિમણૂક કરશે
આ અંગે અમદાવાદના મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોઈપણ સ્કૂલ ગેરરીતિથી માર્ક્સ આપી શકશે નહીં. સ્કૂલો દ્વારા પરિણામ કરવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે, પરંતુ બોર્ડ દ્વારા કેટલાક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જે સ્કૂલોનાં પરિણામ પર નજર રાખશે. સ્કૂલ દ્વારા ગેરરીતિ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કોઈ ફરિયાદ મળશે તો એ અનુસંધાનમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...