તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા નહીં તો ફી કેમ?:GSEBએ કોરોના મહામારીના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા ન લીધી, તો રૂ.41 કરોડથી વધુની ફી પાછી આપશે કે કેમ?

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે સ્કૂલે ઓનલાઈન ક્લાસ લીધા તો બોર્ડ દ્વારા ઓનલાઈન પરીક્ષાની કેમ વ્યવસ્થા ન કરી?
  • તમામ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવાઈ અને બોર્ડ દ્વારા પણ પરીક્ષા ફી ઉઘરાવવા આવી હતી

GSEBની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થતાં ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન માટે ઓનલાઇન ભણાવવામાં આવ્યા તેમ છતાં સ્કૂલો ફી તો લીધી જ છે જ્યારે બોર્ડ દ્વારા પણ પરીક્ષા લેવામાં આવી નથી છતાં પરીક્ષા ફી લેવામાં આવી છે તો હવે પરીક્ષા ફી પરત આપવા અપાશે કે કેમ?

15 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું
સરકાર દ્વારા સૌ પ્રથમ ધોરણ 10ના રેગ્યુલર 8.50 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ ધોરણ 10 અને 12ના 15 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી 41 કરોડ કરતાં વધુની પરીક્ષા ફી પણ લેવામાં આવી છે. હવે પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પણ પરત આપવા માંગ ઉઠી છે.

બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે
બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે

વાલીઓને બાળકોની ફી માથે પડી
ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવા આવી છે. ઉપરાંત બોર્ડ દ્વારા પણ પરીક્ષા ફી ઉઘરાવવા આવી છે. બોર્ડ દ્વારા તો પરીક્ષા ફી પરત આપવામાં આવી શકે છે પરંતુ સ્કૂલમાં ભરેલી ફી થોડાંક અંશે પણ પરત આવી શકે તેવી શક્યતા નથી. કોરોનાના કપરાં સમયમાં કેટલાક વાલીઓએ આર્થિક સંકડામણ વચ્ચે ફી ભરી છે, પરંતુ આ ફી પણ વાલીઓના માથે જ પડી છે. બોર્ડ દ્વારા પરીક્ષાના યોજાઈ પણ પરીક્ષાના નામે લીધેલી રૂ. 41 કરોડ કરતાં વધુ ફી પરત કરવી જોઈએ.

વિદ્યાર્થિની માટે પરીક્ષા ફીમાં માફી હોય છે
વિદ્યાર્થિની માટે પરીક્ષા ફીમાં માફી હોય છે

પેપર ચેક કે અન્ય ખર્ચ પણ થશે નહીં
ખાનગી શાળાના સંચાલકે જણાવ્યું હતું કે બોર્ડમાં ભણતા કુલ વિદ્યાર્થીઓમાં 65 ટકા વિદ્યાર્થી અને 35 ટકા જેટલી વિદ્યાર્થિની હોય છે. બોર્ડ દ્વારા માટે વિદ્યાર્થીઓ પાસેથી જ પરીક્ષા ફી લેવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નથી. જેથી 15 લાખ પૈકીની 35 ટકા વિદ્યાર્થિનીઓ છે, જેમની પરીક્ષા ફી લેવામાં આવી નથી..બોર્ડમાં આ વર્ષે પરીક્ષા બાદ પેપર ચેક કે અન્ય ખર્ચ પણ થશે નહીં જેથી બોર્ડ દ્વારા પરીક્ષા ફી પરત આપવામાં આવે તો યોગ્ય ગણાય.