તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB રિયાલિટી ચેક:સિવિલના ડેડબોડી સ્ટોરેજ બહાર લોકોનો જમાવડો, સ્વજનો બોલ્યાં: 'ભગવાન અહીં કોઈને ના લાવે, અહીં જે આવે એનો કેસ પૂરો જ સમજો'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અદિત પટેલ
1200 બેડની હોસ્પિટલનું સતત 12 કલાકનું રિયાલિટી ચેક.
  • દિવ્યભાસ્કર ટીમનો જીવના જોખમે 1200 બેડની હોસ્પિટલનો સતત 12 કલાકનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  • સ્વસ્થ, સાજા હોસ્પિટલમાં અમારા સ્વજન દાખલ થયા હતા, 2 દિવસમાં જ મૃત્યુ પામ્યા: મૃતકના સગા
  • કોરોનાના ભયથી પરિવારે મૃતકની ઓળખ દૂરથી જ કરી અને કહ્યું, મને અહીંથી જલદી લઈ જાઓ

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેમાં ઘણાં રાજ્યમાં તો કોરોના બેકાબૂ થઈ ગયો, જેમાં ગુજરાતમાં પણ હવે કોરોનાએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં સતત નવા કેસમાં જ નહીં, પરંતુ વાસ્તવિક રીતે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે દિવ્યભાસ્કરની ટીમે રવિવારે અમદાવાદ સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલનું 12 કલાક સુધીનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. જેમાં ટીમે જીવના જોખમે હોસ્પિટલના કોવિડ ડેડબોડી સ્ટોરેજની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઘણી ચોંકવાનારી હકીકત સામે આવી છે. સાથે સતત 12 કલાકના સમયગાળામાં આ ડેડબોડી સ્ટોરેજ ખાતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. અને એ જ સાબિત કરી આપે છે કે લોકોએ પોતાનાં કેટલાં સ્વજનોને છેલ્લા 24 કલાકમાં ગુમાવ્યાં છે.

એમ્બ્યુલન્સનાં સિવિલથી સ્મશાનનાં ચક્કર વધ્યાં
કોવિડ ડેડબોડી સ્ટોરેજની બહાર સતત લોકોના રડવાના અવાજ અને હોસ્પિટલ સામેના આક્ષેપો સાંભળવા મળ્યા હતા. કોઈએ તેમના વડીલ ગુમાવ્યા તો કોઈએ તેમના ઘરના એકમાત્ર જવાબદાર વ્યક્તિ ગુમાવી છે. કેટલાંક નાનાં ભૂલકાંઓએ તેમની છત્રછાયા પણ ગુમાવી છે. સતત એક બાદ એક લોકો પોતાનાં ગુમાવેલાં સ્વજનોની બોડી લેવા માટે આવી રહ્યા હતા. કેટલાક લોકોએ તો તેમના સ્વજનની બોડી માટે 1-2 કલાક રાહ જોવી પડી હતી. કારણ કે સતત એમ્બ્યુલન્સ સ્મશાનનાં ચક્કર લગાવી રહી હતી. કોવિડ બોડીને સ્ટોરેજથી લઈને સ્મશાન સુધી લઈ જનાર સ્ટાફને પણ સહેજ ફુરસદ મળી ન હતી. ક્યાંક સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી ખાલી ન હોય તો ક્યાંક એમ્બ્યુલન્સ વ્યસ્ત હોય, સાથે આ સ્ટાફ પણ સતત આ બોડીની અંતિમક્રિયામાં વ્યસ્ત હતો, એટલે લોકોએ ડેડબોડી સ્ટોરેજની બહાર 40-41 ડીગ્રીની ગરમીમાં પણ પોતાના સ્વજનની ડેડબોડી માટે રાહ જોવી પડી હતી. કેટલાંક સ્વજનો તો આટલી ગરમીમાં પણ ડેડબોડી સ્ટોરેજની બહાર ધ્રુસકે ધ્રુસકે રડતાં જોવા મળ્યાં.

સતત એમ્બ્યુલન્સ સ્મશાનનાં ચક્કર લગાવી રહી હતી
સતત એમ્બ્યુલન્સ સ્મશાનનાં ચક્કર લગાવી રહી હતી

હું આજ પછી આ જગ્યાએ નહીં આવું: સ્વજનોમાં ખોફ
આવી ભયાનક પરિસ્થિતિને જોઈને કેટલાક મૃતકનાં પરિવારજનો પણ ડરી ગયાં હતાં. એક પરિવાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી પોતાના સ્વજનની ડેડબોડી લેવા આવ્યો હતો. તેમણે ડેડબોડી સ્ટોરેજ પર લોકોને પોતાના સ્વજનની રાહ જોતા જોયા. જેથી તે પરિવારના વૃદ્ધે તેમની સાથે આવેલા લોકોને કહ્યું હતું કે મને ડર લાગે છે, તમે પણ ન જાઓ, આપણે દૂરથી જ દર્શન કરી લઈએ. જોકે કોરોનાના દર્દીનો મૃતદેહ બદલાઈ ન જાય એ માટે તમામ મૃતદેહની ઓળખ માટે તેમના પરિવારના 2 સભ્યોને તેમનું મોઢું બતાવવા આવે છે. આ પરિવાર એટલો ડરી ગયો હતો કે તેમણે તેમના સ્વજનની ઓળખ દૂરથી જ કરી અને બાદમાં તેમણે કહ્યું હતું કે હું આજ પછી આ જગ્યાએ નહીં આવું.

ભગવાન આ હોસ્પિટલમાં કોઈને ના લાવે
શહેરના સરસપુરમાં રહેતા એક પરિવારના મોભીને કોરોના ભરખી ગયો. તેઓ માટે ડેડબોડી સ્ટોરેજની બહાર લગભગ 50થી વધારે લોકો ભેગા થયા હતા. તેમણે કહ્યું હતું કે આ હોસ્પિટલમાં જે આવે તેનો કેસ સમાપ્ત સમજો. અમારા વડીલ અને સમાજના જાણીતા મોભી એકદમ સ્વસ્થ હતા, તેમને કોઈ લક્ષણ ન હતા અને તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ દાખલ થયાના 72 કલાકમાં જ તેમનું મૃત્યુ થયું. જેમને કોઈ તકલીફ ન હતી તેમને અચાનક આવું કઈ રીતે થઈ શકે? આ હોસ્પિટલમાં તેમની સારવાર થવાને બદલે તેમની તબિયત લથડતી ગઈ, એટલે તેમને તો આ હોસ્પિટલ પરથી વિશ્વાસ ઊઠી ગયો, સાથે અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ હોસ્પિટલમાં કોઈને ના લાવે અને આવી બીમારી કોઈને ના થાય.

સ્વજનની બોડી માટે 1-2 કલાક રાહ જોવી પડી હતી
સ્વજનની બોડી માટે 1-2 કલાક રાહ જોવી પડી હતી

સિવિલ આવ્યાને 2 દિવસમાં જ મોત મળ્યું
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક પરિવારના 92 વર્ષીય વૃદ્ધ માત્ર 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ મૃત્યુ પામ્યા હતા. પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે આ વૃદ્ધને 92 વર્ષે કોઈપણ બીમારી ન હતી. તેમના પૌત્રએ જણાવ્યું હતું કે તેમને સામાન્ય લક્ષણ જણાતાં અમે તેમનો ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો હતો. જેથી અમે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં તેમને તમામ દવાઓ અને ઓક્સિજન બધું આપવામાં આવ્યું. અમે ત્યાં 2 લાખ રૂપિયાનું બિલ પણ ચૂકવ્યું હતું. તેમની તબિયત સારી પણ થઈ ગઈ અને અચાનક તેમને ICUમાં દાખલ કરવા પડે એવી સ્થિતિ થઈ, પણ અમને ખાનગી હોસ્પિટલમાં ICU બેડ ન મળ્યો, એટલે છેવટે અમદાવાદની 1200 બેડમાં દાખલ કરવામાં આવ્યા. અહીં લાવ્યા અને 2 દિવસ બાદ તેઓ અમારી વચ્ચે ન રહ્યા. અહીં તમામ સુવિધાઓ હોવા છતાં કેમ લોકોના જીવ જાય છે એ સમજાતું નથી.

કોરોનાના ડરથી સ્વજનો દૂરથી જ મૃતદેહના દર્શન કરી લે છે
કોરોનાના ડરથી સ્વજનો દૂરથી જ મૃતદેહના દર્શન કરી લે છે

જલદીથી મળીશું, એમ કહેનાર આજે દુનિયામાં નથી
ઉલ્લેખનીય છે કે 1200 બેડની હોસ્પિટલમાં કેટલાક લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ તેમનું અચાનક મૃત્યુ થઈ જાય છે.એ અંગે પણ દર્દીનાં સ્વજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારા સ્વજનને 3 દિવસ દાખલ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને અચાનક 1 જ દિવસમાં તેમનું મૃત્યુ થયું છે. ડૉક્ટર પણ અલગ અલગ તારણો આપે છે, પણ અમને માનવામાં નથી આવતું, કારણ કે અમારી જોડે અમારા સ્વજનને વેટ કરીને કહ્યું, રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હવે જલદીથી મળીશું. પરંતુ તેઓ અમને મળી શક્યા નહીં, સાથે જે મૃતક વ્યક્તિનો કોવિડ નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય તો તેની ડેડબોડીને ઘરે લઈ જવા માટે પરવાનગી આપવામાં આવે છે, પરંતુ એના માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા તેમણે જાતે કરવી પડે છે.

80થી 90 ટકા દર્દીઓ ઓક્સિજનના સહારે
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં જે કેસ નોંધાઇ રહ્યા છે, જેમાં લોકોનાં ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે. આ વાત થોડી થોડી ડરવા જેવી લાગશે, પણ હકીકત છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં 80થી 90 ટકા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડી રહી છે, જેમાં તેમનો રિકવરીનો ચાન્સ ખૂબ જ ઓછો જોવા મળે છે. એટલે હોસ્પિટલમાં પણ તેઓ વધુ સમય નથી વિતાવી શકતા. આવી ચિંતાજનક પરિસ્થિતિમાં હજી પણ લોકો માસ્ક પહેર્યા વગર બેફામ ફરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો