તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પેશન્ટની દિવાળી:હોસ્પિટલના બેડ પરથી સ્વજનોને શુભેચ્છા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના વૈભવ ઉપાધ્યાય હોમ ક્વોરન્ટાઇન છે તો તેમને 175 કિમી. દૂર વીડિયો કોલિંગથી પોતાના પુત્ર સાથે દિવાળી સેલિબ્રેશન કર્યું તો બીજી તરફ મીતા ભોજકનો આખો પરિવાર શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં છે તો વીડિયો કોલિંગથી ન્યૂયર સેલિબ્રેટ કરશે. આ વર્ષે કોરોનાને લઈને એવાં અનેક શહેરીજનો છે જેઓ હોસ્પિટલના બેડ પરથી કે પછી હોમ ક્વોરન્ટાઇન હોય તો બીજા રૂમમાંથી વીડિયો કોલિંગ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે. દિવાળી સેલિબ્રેશન પણ તેમણે આ રીતે કર્યું અને કોરોના સામે પોતે પોઝિટિવ એટિટ્યુડનો પરિચય કરાવ્યો. સિટી ભાસ્કર કેટલાક એવાં જ શહેરીજનોની વાત લઈને આવ્યું છે.

દીકરા સાથે 175 કિમી. વીડિયો કોલિંગથી સેલિબ્રેશન
દિવાળી પર્વ પરિવાર સાથે રહેવાનો આનંદ માણવાનો હોય છે. આ વર્ષે મારા ભાઈ-ભાભી કોરોના પોઝિટિવ આવતા અમે હોમ ક્વોરન્ટાઇન થયા. તે સાથે મેં મારા દીકરા અને પત્નીની સલામતી માટે અમદાવાદથી પોણા બસ્સો કિમી. દૂર વતન મોકલ્યા. દિવાળી હોય એટલે પરિવારની યાદ આવે છે. પરિવારના વિડીયો કોલિંગથી સંપર્કમાં રહીશું. - વૈભવ ઉપાધ્યાય, ટીચર

આ વર્ષે નહીં તો આવતી દિવાળી ચોક્કસ સાથે મનાવીશું
હું મારા પતિ તેમજ સાસુ અને સસરા. અમારી ચારેય લોકોની દિવાળી આ વખતે શહેરની અલગ અલગ હોસ્પિટલમાં પસાર થઈ અને ન્યૂયર પણ આ રીતે જ માનવીશું. અમે વીડિયો કોલિંગથી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે નહીં તો આવતી દિવાળી ચોક્કસ સાથે મનાવીશું. ગમે ત્યાં હોઈએ પણ ખુશીઓ વહેંચી શકીએ છીએ. -મીતા ભોજક

વર્ચ્યુઅલી દિવાળી સેલિબ્રેટ કરી બધાને શુભેચ્છા પાઠવી
અમારે ઘરે ત્રણ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં હું અને મારી વાઈફ હોમ ક્વોરન્ટાઇન છીએ તો પપ્પા હોસ્પિટલમાં એડમિટ છે. મારી મમ્મી મારા બે વર્ષનાં બાળકને રાખે છે . દિવાળીમાં ઘરે રહીને ઘણા પ્લાન બનાવ્યા હતા. પણ કોરોનાને કારણે વર્ચ્યુઅલી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. - મિહિર અને ગાયત્રી પારેખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો