તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ:8 મહાનગરપાલિકા, 155 નગરપાલિકાને 1065 કરોડની ગ્રાન્ટ ચૂકવાઇ, અમદાવાદને 325, સુરતને 265 કરોડ આપ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂપાણી સરકારના પાંચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા અને 155 નગરપાલિકાઓને વિકાસના કામો માટે 1065 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચૂકવી હતી. રૂપાણીએ કહ્યું કે નાણા કે ગ્રાન્ટના અભાવે શહેરી સુખાકારીના કોઇ કામ સરકાર અટકવા દેશે નહીં.

રૂપાણીએ જણાવ્યું કે વિશ્વકક્ષાના શહેરી વિકાસની તુલનાએ રાજ્યના શહેરોને બરોબરી કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિકાસ પ્રોજેક્ટ બનાવે તો સરકાર તે માટે પૂરતા નાણા ફાળવશે. આજે અમદાવાદને 325 કરોડ, સુરતને 265 કરોડ, વડોદરાને 99 કરોડ, રાજકોટને 78 કરોડ, ભાવનગરને 36 કરોડ, જામનગરને 34 કરોડ અને જૂનાગઢ તથા ગાંધીનગર મહાપાલિકાને 18 કરોડ મળ્યા 8 મહાનગરપાલિકાને 877 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...