સંચાલક મંડળની માંગણી:નવી ખાનગી સ્કૂલોને 2 વર્ષ સુધી મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ સ્કૂલોને જીવનદાન મળશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ સુધીમાં સ્કૂલો શરૂ કરવા અરજી કરવામાં આવશે

દર વર્ષે અનેક ખાનગી સ્કૂલો શરૂ કરવા અરજી આવે છે તેની સામે ગ્રાન્ટેડ સ્કૂલોને તાળા વાગી રહ્યા છે તો સંચાલકો દ્વારા 2 વર્ષ સુધી નવી ખાનગી સ્કૂલોને મંજૂરી ના આપવા જણાવ્યું છે જેથી આગામી 2 વર્ષમાં ગ્રાન્ટેડ સ્કૂલોને જીવનદાન મળી શકશે. જુલાઈ સુધીમાં સ્કૂલો શરૂ કરવા અરજી કરવામાં આવશે. તે પહેલાં નિર્ણય કરવા સંચાલક મંડળે માંગણી કરી છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છેકે, જુલાઈ મહિનામાં નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા અરજી કરી શકાશે. જેથી અનેક સ્કૂલો શરૂ કરવા અરજી આવશે બીજી તરફ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે અને નવી ગ્રાન્ટેડ સ્કૂલ શરૂ કરવા અરજી આવી નથી. જેથી આગામી 2 વર્ષ સુધી ખાનગી સ્કૂલો શરૂ કરવા મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ સ્કૂલોને જીવનદાન મળી શકશે. રાજ્યમાં અત્યારે ખાનગી સ્કૂલો વધતા ગ્રાન્ટેડ સ્કૂલોન અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક નીતિઓના કારણે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે. રાજ્યમાં 1994 બાદથી ખાનગી સ્કૂલો શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી ત્યારબાદ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીકે બંધ કર્યું છે જેના કારણે નવી ગ્રાન્ટેડ સ્કૂલોને આજના સમયમાં મંજૂરી મળતી નથી. ખાનગી સ્કૂલો વર્ગ વધારો માંગણી કરે તો વર્ગ વધારો આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...