રાજ્ય સરકાર દ્વારા તારીખ 7 જુલાઈ 2022ના રોજ રાજ્યના અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ હેઠલ મંજૂર કરવામાં આવતા સિનિયર/સીલેક્શન ગ્રેડ માટે ફરજિયાત પણ સીસીસી+ તથા હિન્દી અથવા ગુજરાતી પરીક્ષા પાસ કરવામાંથી તારીખ 31 ડિસેમ્બર 2022 સુધી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ પરિપત્રમાં શૈત્રણિક કર્મચારીઓના ઉલ્લેખમાં યુનિવર્સિટી ભવનોમાં કાર્યરત અધ્યાપકોનો ઉલ્લેખ ન હોવાથી પરિપત્રની અમલવારીમાં મુશ્કેલી થઈ રહી છે.
યુનિવર્સિટી ભવનના અધ્યાપકોનો ઉલ્લેખ રહી ગયો
રાજ્ય સરકારના આ પરિપત્રનો લાભ ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોને મળી રહેશે. જ્યારે રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યની યુનિવર્સિટીના ભવનોમાં કાર્યરત અધ્યાપકો લઇ શકતા નથી. જેથી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી છે કે યુનિવર્સિટીના અધ્યાપકોને સીસીસી પ્લસ તથા હિન્દી/ ગુજરાતી પરીક્ષાની મુક્તિનો લાભ અને યુનિવર્સિટી ભવનના અધ્યાપકોનો ઉલ્લેખ રહી ગયો હોવાથી તેમને મળવો જોઈએ.
મેડિકલ ભથ્થામાં થયેલા વધારાનો લાભ આપવામાં આવે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ કર્મચારીઓને સાતમાં પગાર પંચ પ્રમાણે મેડિકલ ભથ્થુ વધારવામાં આવ્યું છે અને 300 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયા કરવામાં આવ્યા છે. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને હજુ જુના પ્રમાણે એટલે કે 300 રૂપિયા મેડિકલ ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય કર્મચારીની જેમ અનુદાનિત કોલેજોના અધ્યાપાકોને પણ મેડિકલ ભથ્થા થયેલ વધારાનો લાભ 1000 રૂપિયા આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.