તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો જાગો:અમદાવાદમાં રહેતા પરિવારમાં પહેલા દાદા પોઝિટિવ આવ્યા, પછી પૌત્ર પોઝિટિવ આવ્યો અને આખું ઘર કોરોના સંક્રમિત થયું

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિધાનની તસવીર - Divya Bhaskar
રિધાનની તસવીર
  • હવે તમામ લોકોએ ચેતવાની જરૂર છે, માત્ર વૃદ્ધો નહિ, બાળકો અને યુવાનો વધુ પોઝિટિવ આવી રહ્યા છે
  • થલતેજમાં રહેતા અઢી વર્ષના રિધાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વભાવ ચીડિયો થઈ ગયો

રાજ્યમાં કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા છે અને પરિસ્થિતિ ગંભીર બની છે, આ વચ્ચે હવે બાળકોમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અનેક બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે અને તેમને હોમ આઈસોલેટ કરી ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે.

બાળકોમાં અત્યારસુધીમાં કેસો ઘરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો એમાંથી જ બાળકો અને અન્ય લોકોમાં પ્રસરે છે. અમદાવાદ શહેરના થલતેજમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સૌથી પહેલા દાદાને કોરોના થયો અને બાદમાં પૌત્ર અને ઘરના તમામ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

દાદા બાદ પૌત્રને કોરોના
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં સ્મૃતિ મોહંતી તેમનાં સાસુ- સસરા અને 2.5 વર્ષના પુત્ર રિધાન સાથે રહે છે. રિધાનને ચાર દિવસ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સ્મૃતિ મોહંતીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના સસરાને 1લી એપ્રિલ પહેલાં તાવ આવ્યો હતો. જોકે વાઇરલ ઇન્ફેક્શન હોવાનું માની બે દિવસ દવા લીધી હતી.

1 એપ્રિલના રોજ સાસુને પણ તાવ આવવા લાગ્યો હતો. ઘરમાં બે વ્યક્તિને તાવ આવતાં ચિંતા થવા લાગી હતી. બંનેની દવા ચાલી રહી હતી, જેની વચ્ચે બીજા દિવસે રિધાન પણ તાવમાં સપડાયો હતો. તેને 100 અને બાદમાં 104 જેટલો તાવ આવતાં ડો. સોનિતા ત્રિવેદી દલાલ પાસે લઈ ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પરિવારમાં તમામનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ
ડો. સોનિતાએ તપાસ કરીને વાઇરલ ઇન્ફેક્શનની દવા આપી હતી. રિધાન ઘરમાં આમ તેમ રોજ દોડતો હોય છે અને તોફાન કરે, પરંતુ એકદમ ઢીલો થઈ ગયો હતો. ત્રણ લોકોને તાવ આવતો હતો અને કોરોનાના ડરની વચ્ચે સ્મૃતિ પણ તાવમાં સપડાયાં હતાં. ઘરમાં તમામ લોકોને તાવ આવતાં કોરોનાનાં લક્ષણોમાં ત્રણ દિવસ તાવ રહેતો હોય તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાવ્યા હતા.

2.5 વર્ષના રિધાન સહિત તમામ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવ્યા બાદ રિધાન થોડો ચીડિયા સ્વભાવનો થઈ ગયો હતો. તેનામાં નબળાઇ આવી ગઈ છે. બે દિવસમાં તેને તાવ ઊતરી ગયો છે, પરંતુ જે રીતે પહેલાં રહેતો હતો તેના કરતાં થોડો અલગ લાગે છે.

ઘરમાંથી બહાર જનારી વ્યક્તિએ ખાસ કાળજી રાખવી
સ્મૃતિ મોહંતીએ જણાવ્યું હતું કે ઘરમાં જે પણ વ્યક્તિ બહાર જાય છે અને લોકો સાથે સીધા સંપર્કમાં આવે તેવા છે તો તેમણે ખાસ માસ્ક પહેરવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. હાથ સેનિટાઇઝ કરવા જરૂરી છે. મારા ઘરમાં સસરા વસ્તુ લેવા બહાર જાય છે અને તેઓ કોઈના સંપર્કમાં આવતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં બધા કોરોના સંક્રમિત થયા હતા, જેથી ઘરના તમામ સભ્યોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બાળકોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો