અમદાવાદના આંગણે બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે વધુમાં વનધુ દીપવવા માટે ગુજરાતમાં વસતા સર્વ બ્રહ્મ બંધુઓને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
દેવાધિદેવ મહાદેવ તથા ચિરંજીવી શ્રી પરશુરામદાદાની અસીમ કૃપાથી બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે અમદાવાદના આંગણે ભવ્યાતિભવ્ય બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરેલ છે, આ શુંભ અવસરને વધુમાં વધુ દીપાવવા માટે ગુજરાતમાં વસતા સર્વ બ્રહ્મબંધુઓને પધારવા ભાવભિનું આમંત્રણ છે. પરમ પૂજ્ય અનંત વિભુષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં પ્રતિનિધિ પૂજ્ય બ્રહ્મચારી નારાયણાનંદજીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ તારીખ 08/01/2023ને રવિવારે શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે રાખેલ છે. જેમાં બ્રહ્મ જાગૃતિ સંબોધન સવારે 09:30થી 10:30 કલાકે રાખેલ છે. તેમજ બ્રહ્મભોજનનું આયોજન 10:30 કલાકે રાખેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.