ગ્રામ પંચાયત ચૂંટણી LIVE:અમદાવાદ જિલ્લામાં 362 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74.78 ટકા મતદાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જિલ્લામાં કુલ 7,52,720 મતદારો છે, જેમાં 3,91,596 પુરૂષ મતદારો અને 3,61,124 સ્ત્રી મતદારો નોંધાયેલા છે

રાજ્યમાં આજે 10879 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. અમદાવાદમાં પણ 362 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74.78 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સંરપંચપદ માટે 1179 અને વોર્ડ સભ્યો માટે 3960 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં 866 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. 5027 પોલિંગ સ્ટાફ અને 2725 પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. જિલ્લામાં 371 સંવેદનશીલ બુથ છે, 97 બુથ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

બેલેટ પેપરથી મતદાન શરૂ
જિલ્લામાં કુલ 7,52,720 મતદારો છે, જેમાં 3,91,596 પુરૂષ મતદારો અને 3,61,124 સ્ત્રી મતદારો નોંધાયેલા છે. રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જે સાંજે 5 વાગે પૂર્ણ થયું. જ્યારે 21મી ડિસેમ્બરને મંગળવારે મતગણતરી યોજાશે. બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે. 78 ચૂંટણી અધિકારી અને બીજા 78 મદદનીશ ચૂંટણી અધિકારી ચૂંટણીની કામગીરી સંભાળશે.

સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 74.78 ટકા જેટલું મતદાન નોંધાયું
સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 74.78 ટકા જેટલું મતદાન નોંધાયું

​​​​​​33 ગામો સમરસ જાહેર થયા
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ 410 ગામોની ચૂંટણી યોજવાની હતી. જેમાંથી 33 ગામો સંપૂર્ણપણે સમરસ જાહેર થયા છે. સરપંચ પદ માટે 1967 અને સભ્યપદ માટે 6563 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મની ચકાસણીમાં અનુક્રમે 32 અને 143 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.