ભાસ્કર એક્સક્લૂઝિવ:GPSC ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં 59 વિભાગની ક્લાસ 1-2 સહિતની 303 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવેમ્બરમાં પ્રીલિમ, ત્યાર બાદ મેઇન્સની તારીખ જાહેર થશે, 15મીથી ફોર્મ ભરી શકાશે
  • ઓગસ્ટમાં 245 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ થશે, મોટા ભાગની પરીક્ષા વર્ષમાં પૂરી કરાશે
  • ગુજરાત વહીવટ સેવા વર્ગ-1, 2, ઇજનેરી સેવા, હિસાબી અધિકારી સહિતની જગ્યાઓ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા 15 ઓગસ્ટથી વર્ગ-1, 2ની 100 જગ્યા માટેની ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાની શરૂઆત થશે. જીપીએસસીએ જાહેર કરેલા કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટમાં 245 અને સપ્ટેમ્બરમાં 58 મળીને કુલ 303 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. મંડળ દ્વારા ફોર્મ ભરવાની તારીખ સાથે પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખ પણ જાહેર કરાઈ છે.

આ વર્ષે પણ જીપીએસસીએ વર્ગ- 1, 2ની પરીક્ષા એક વર્ષમાં પૂરી કરવાનંુ જણાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જીપીએસસી દ્વારા લેવાતી મોટા ભાગની પરીક્ષાનું પરિણામ એક વર્ષની અંદર જ જાહેર કરે છે. જેથી ઉમેદવારોને તૈયારી પ્રમાણે પૂરતો સમય મળી રહે અને યોગ્ય ઉંમરે નોકરી મળી રહે.

આ વિભાગોમાં 10થી વધુ જગ્યાની ભરતી કરાશે

જગ્યાનું નામસંખ્યાજાહેરાત તારીખપ્રીલિમની તારીખ

ગુજરાત વહીવટી સેવા વર્ગ-1,2

10015 ઓગસ્ટ13 નવેમ્બર

ગુજરાત ઇજનેરી સેવા

4315 ઓગસ્ટ6 નવેમ્બર

હિસાબી અધિકારી, વર્ગ-1

1815 ઓગસ્ટ27 નવેમ્બર
ઔષધ નિરીક્ષક વર્ગ-23215 ઓગસ્ટ4 ડિસેમ્બર

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ-2

2915 સપ્ટેમ્બર20 નવેમ્બર

એક વર્ષમાં સંપૂર્ણ ભરતી પૂરી કરવાનો ટ્રેક રેકોર્ડ જાળવવા કમિશનની તૈયારી

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભૂતકાળમાં એક વર્ષમાં સંપૂર્ણ ભરતી પૂરી કરવાનો ટ્રેક રેકોર્ડ સાચવવાની તૈયારી કરી છે. છેલ્લા થોડા સમયમાં લેવાયેલી વર્ગ-1, 2ની પરીક્ષાઓનું પરિણામ પણ અગાઉ નિયત કરેલી તારીખો પર જ જાહેર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે વર્ગ-3ની પરીક્ષાઓમાં નક્કી કરેલી તારીખોમાં ફેરફાર થઈને પરિણામ જાહેર થઈ રહ્યું છે.

આ વર્ષની ભરતીનું અંતિમ લિસ્ટ
જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થનારી ભરતી પ્રક્રિયા આ વર્ષની અંતિમ ભરતી પ્રક્રિયા રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ત્યાર બાદ નવી ભરતી પ્રક્રિયા 2023થી શરૂ થશે. ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે અને પરીક્ષાની તૈયારી પણ એ પ્રમાણે કરે તે માટે જીપીએસસી દર વર્ષે પોતાનું વાર્ષિક ભરતી કેલેન્ડર જાહેર કરે છે.

અન્ય સમાચારો પણ છે...