કાર્યવાહી:પાણીના મુદ્દે પહેલી વાર 30 બેકરીને GPCBની નોટિસ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ યોગ્ય ન હોવાની ચેમ્બરમાં રજૂઆત

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા શહેરના 30 બેકરીધારકોને નોટિસ પાઠવાઈ છે. બેકરીધારકોને પહેલી વખત જીપીસીબીની નોટિસ મળી હોવાથી બેકરીધારકો દોડતા થઈ ગયા છે. સામાન્ય રીતે કોર્પોરેશનમાંથી વિવિધ લાઇસન્સ મુદ્દે તેમના નિયમ પ્રમાણે કામ કરવામાં આવતું હોય છે ત્યારે જીપીસીબીએ નોટિસ પાઠવવી તે યોગ્ય ન હોવાનું ઉત્પાદકો ચેમ્બરમાં રજૂઆત કરી છે. જીપીસીબીએ બેકરીધારકોને પાણીના વપરાશને મુદ્દે નોટિસ પાઠવી છે.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા શહેરના બેકરી ઉત્પાદકોને નોટિસ પાઠવીને તેમના દ્વારા પાણીના વપરાશ અંગે સ્થળની મુલાકાત લેવા જણાવાયું છે. રાજ્યમાં પહેલી વખત બેકરી પ્રોડક્ટના ઉત્પાદકોને જીસીપીસી દ્વારા નોટિસ પાઠવવામાં આવતાં બેકરી ઉત્પાદકો દોડતા થઈ ગયા છે અને આ અંગે ચેમ્બરની ફૂડ કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ફૂડ કમિટીના પ્રમુખ હિરેન ગાંધીએ જણાવ્યું કે, બેકરી ઉત્પાદકોનું કહેવું છે કે, તેમના દ્વારા કોઈ પ્રદૂષણ ફેલાવાતું નથી. પાણીનો વપરાશ ખૂબ જ સીમિત હોવા છતાં બેકરી સેક્ટરને જીપીસીપી દ્વારા નોટિસ પાઠવીને સ્થળની મુલાકાત લેવા માગે છે. બેકરી ઉત્પાદનમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ ન હોવા છતાં નોટિસ આપીને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે.

સામાન્ય રીતે જીપીસીપી ઇન્ડસ્ટ્રીમાં તપાસ કરતા હોય છે, પરંતુ મોટા ભાગે બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન શહેરની અંદર રહેઠાણ જેવા વિસ્તારોમાં કરતા હોય છે. બેકરી ઉત્પાદકો પર મ્યુનિ. દ્વારા અંકુશ રાખવામાં આવતો હોય છે. ઉત્પાદકોએ કોર્પોરેશનનાં વિવિધ પ્રકારનાં લાઇસન્સ લેવાનાં હોય છે તેમ જ તેમના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...