કોંગ્રેસના ભાજપ પર પ્રહાર:નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવેલી નોકરીઓ બાબતે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: આલોક શર્મા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત પોગ્રામમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને કેન્દ્ર સરકાર 71000 નોકરીઓ આપશે તેવી વાત કરી હતી. આ પહેલા પણ 75000 નોકરીઓ આપવાની વાત કરી હતી. કોંગ્રેસ માંગણી કરે છે કે, સરકાર આ બાબતે એક શ્વેતપત્ર જાહેર કરીને 75000 નોકરીઓ અને 71000 નોકરીઓ કુલ 146000 સરકારી નોકરીઓ ક્યાં વિભાગમાં, ક્યાં પદમાં અને કોને-કોને આપવામાં આવી છે. તેની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી અને તેમના નિમણુંક પત્રો ક્યારે આપવામાં આવ્યા વગેરેની માહિતી જાહેરમાં વેબસાઈટ ઉપર મુકે અને ચૂંટણી દરમિયાન આ પ્રકારના ભાષણો એ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં હોય તેમ લાગે છે. માટે ચૂંટણી પંચે પણ આ બાબતે ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવી પડે, શું ચૂંટણીની રાહ જોઈને આવા પદો પર જે નોકરી આપવામાં આવી રહી છે તેને મોડું કરવામાં આવ્યું હતું કે નહીં ? તે બાબતની પણ તપાસ થવી જોઈએ.

કિસાનોને હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કિસાન નેતાઓને કિન્નાખોરી રાખીને સરકાર પરેશાન કરી રહી છે, જે લોકોએ કિસાન આંદોલન કરીને કિસાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવી રહ્યાં છે. લોકશાહીમાં જ્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે ચૂંટાયેલી પાંખને સવાલ પુછવાનો હક્ક બંધારણે આપેલ છે પરંતુ અત્યારે ગુજરાતમાં આ બાબતનું સંપૂર્ણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીની સભા હોવાથી જે.કે. પટેલની ધરપકડ
કિસાન સેલ આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરશે. 18-11-2022ના રોજ કૃષિમંત્રી નરેન્દ્ર તોમરની ધ્રાંગધ્રામાં સભા હતી અને તેના કારણે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે. પટેલને મેથાણ ગામથી અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. 20-11-2022ના રોજ નરેન્દ્ર મોદીની સભા હોવાથી ચેતન ગઠીયા, ચેરમેન કિસાન સેલ રાજકોટ, પ્રવિણ પટોડીયા પ્રમુખ ગુજરાત કિસાન સમાજ (સરઘારપુર ગામ, જેતપુર), ચંદ્રેશ પરમાર આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), ગોવિંદ ડોબરીયા આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), પ્રમોદ તાડા આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), 20-11-2022ના રોજ નરેન્દ્ર મોદીની સભા હોવાથી ફરીથી જે.કે. પટેલ (રાષ્ટ્રીય પ્રમુખ, કિસાન સંગઠન)ની ધરપકડ કરવામાં આવી હતી.

AAPના યુવા આગેવાન ઉદય રોય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા
AAPના યુવા આગેવાન ઉદય રોય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

સુરતમાં ચાર યુવાનોને પાસા જેવા ગુન્હામાં નાખી દીધા
ચૂંટણી પહેલા પણ મોરબી દુર્ઘટનામાં જે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રાહત કામગીરીમાં સેવાકીય ભાવનાથી ભાગ લીધો હતો તેવા દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશ ગામી, જયવંતભાઈ પટેલ, ચિંતન રાજગુરુ, મહેશ રાજગુરુ, કે.ડી. પરસુરીયા, રમેશ રબારી રાજુભાઈ કાવર, ચેતન અરવાડીયા, રામભાઈ રબારીને હોમ અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે સુરતમાં ચાર યુવાનોને વડાપ્રધાનના કાફલાને કાળાવાવટા દર્શાવવા બદલ પાસા જેવા ગુન્હામાં નાખીને ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસ કિસાન સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ
અત્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે પણ આજ પ્રકારની બદલાની રાજનીતિ કરીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી પ્રચારથી દુર રાખવા માટે આવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે જે લોકશાહી રીતે બિલકુલ અયોગ્ય છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવશે.

ઉદય રોય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટીના અસારવા વિધાનસભાના યુવા આગેવાન ઉદય રોય તેમના 50 કાર્યકર- સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેરના ઈન્ચાર્જ બિમલ શાહના હસ્તે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા.

અન્ય સમાચારો પણ છે...