નેશનલ સેમિનાર:ભારત સરકાર દ્વારા ડિજિટલ યુનિવર્સિટી શરૂ કરાશે, શૈક્ષણિક કન્ટેન્ટ ડેવલોપમેન્ટ અત્યારથી જ ચાલુ થઈ ગયું: CECના ડાયરેકટર

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશન મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર દ્વારા ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ ડિજિટલ્સ કન્ટેન્ટ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું ઉદ્ઘાટન CECના ડાયરેકટર ડૉ. જગત ભૂષણ નડડા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને EMRCના ડાયરેકટર નરેશ દવે હાજર રહ્યા હતા.

શૈક્ષણિક કન્ટેન્ટ ડેવોલપમેન્ટ હંમેશા વિદ્યાર્થીલક્ષી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક કન્ટેન્ટ ડેવોલપમેન્ટ હંમેશા વિદ્યાર્થીલક્ષી હોવું જોઈએ. ડિજિટલ ડિલિવરી સિસ્ટમમાં પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને સમજવા જરૂરી છે. ડિજિટલ કન્ટેન્ટ ડેવલોપમેન્ટ હજુ સારું કરી શકાય તેમ છે. ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સામગ્રી તૈયાર કરતી વખતે પ્રથમ અને મુખ્ય બાબત છે કે વિદ્યાર્થીઓ અને તેમની જરૂરિયાતોને સમજવી જોઈએ.

ડિજિટલ કન્ટેન્ટ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ
CECના ડાયરેકટર ડૉ જે.બી.નડડાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં ભારત સરકાર દ્વારા ડિજિટલ યુનિવર્સિટી શરૂ કરાશે જે માટે શૈક્ષણિક કન્ટેન્ટ ડેવલોપમેન્ટ અત્યારથી જ ચાલુ થઈ ગયું છે જેના માટે CEC અને EMRC મહત્વની કામગીરી કરી રહ્યું છે. દેશભરના EMRC સેન્ટરમાં ડિજિટલ કન્ટેન્ટ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...