નોટિસ:વર્ષા ફલેટના માલિકો સામે હાલ ફોજદારી નહીં કરવા HCમાં સરકારની ખાતરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેવન્યૂ સેક્રેટરીના હુકમને પડકારાયો

પાલડીમાં આવેલા વર્ષા ફ્લેટમાં મુસ્લિમ વ્યકિતને ફ્લેટ વેચી દેતા અશાંત ધારાની જોગવાઇ મુજબ રેવન્યુ સેક્રેટરીએ મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. રેવન્યુ સેક્રેટરીના હુકમને રહીશોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવીને રહીશો સામે કાર્યવાહી કરવા પર આપેલા સ્ટેને લંબાવ્યો છે. સરકારે રહીશો સામે ફોજદારી કાર્યવાહી નહીં કરવા ખાતરી આપી હતી.

વર્ષા ફલેટના રહીશોએ કરેલી અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, 1969માં જન કલ્યાણ સોસાયટીનું બાંધકામ થયું હતું તે સમયે અશાંત ધારો અમલી નહોતો. થોડા વર્ષ પછી આ સોસાયટી રિડેવલપમેન્ટમાં જતા તેનું નામ વર્ષા ફલેટ થયું હતું. અને મૂળ 24 ફ્લેટમાંથી 54 ફ્લેટ બનાવવામાં આવ્યા હતાં. રિ ડેવલપમેન્ટ દરમ્યાન નવા બનેલા ફલેટમાંથી 26 ફલેટ મુસ્લિમને વેચવામાં આવ્યા હતા. ફલેટ વેચનાર કે ખરીદનારને આ સોદા થયા તેની સામે કોઇ વાંધો કે વિરોધ નથી.

પરતું હિંદુ સંસ્થાઓએ મુસ્લિમને ફલેટ વેચવાનો ખૂબ વિરોધ કર્યો હતો. અને રેવન્યુ ડિપોર્ટમેન્ટમાં એવી ફરિયાદ કરી હતી કે, અશાંત ધારાના કાયદાનો ભંગ કર્યો છે તેથી ફલેટ મુસ્લિમને વેચી શકાય નહીં. ફલેટ ખરીદનાર અરજદારોએ એવી દલીલ કરી હતી કે, વર્ષા ફલેટ ખરીદનાર અને વેચનાર બન્નેમાંથી કોઇને વાંધો નહીં હોવા છતાં ત્રાહિત વ્યક્તિઓ તેમાં દખલ કરે છે. એસએસઆરડીએ (સ્પેશ્યલ સેક્રેટરી રેવન્યૂ ડિપાર્ટમેન્ટ) મુસ્લિમ અરજદારોની અરજીઓ પેન્ડિંગ રાખી છે. થોડા વર્ષ અગાઉ સરકારે મુસ્લિમ ફલેટધારકો સામે ફોજદારી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી કરવા પર હાઇકોર્ટે અગાઉ સ્ટે ફરમાવ્યો છે. પરતું સરકાર ફરીથી ફોજદારી કાર્યવાહી કરી શકે છે. સરકારે કોર્ટમાં ખાતરી આપી હતી કે, આગામી સુનાવણી સુધી કોઇ કાર્યવાહી કરાશે નહીં.

ફ્લેટ નિયમિતની અરજી પેન્ડિંગ
મુસ્લિમ અને હિંદુ બંને રહીશોએ એસએસઆરડીમાં અશાંત ધારાની જોગવાઇ હેઠળ ફલેટને નિયમિત કરી આપવા અરજી કરી છે. તેમાં પાછલી અસરથી મંજૂરી આપવા દાદ માગી હતી. એસએસઆરડીએ અરજી પર સુનાવણી વગર રાખી મૂક્યાની રજૂઆત કરાઇ હતી.
ફલેટ ખરીદનાર કે વેચનારને વાંધો નથી
અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે, ફલેટ ખરીદનાર અને વેચનાર બન્નેને કોઇ વાંધો ન હોય તો ત્રાહિત વ્યક્તિ તેનો વિરોધ કરી શકે નહી. આ કેસમાં તેમને સાંભળીને એસએસઆરડી નિર્ણય લઇ શકે નહીં. એસએસઆરડીએ એ વાતને ધ્યાન પર લેવી જોઇએ કે જયારે સોસાયટી બની ત્યારે અશાંત ધારો અમલમાં નહોતો તેથી તેને લાગુ પાડી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...