જવાનો સાથે ઉત્સવનો આનંદ:દેશની શાંતિ-સુરક્ષા અને સમૃદ્ધિ માટે સ્વાર્પણ કરનારા જવાનો સાથે દીપાવલીનો ઉત્સવ મનાવી કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાજ્યપાલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલ ગુજરાત અને રાજસ્થાન ક્ષેત્રનાં ડેઝર્ટ કોર મુખ્યાલય પહોંચ્યા - Divya Bhaskar
રાજ્યપાલ ગુજરાત અને રાજસ્થાન ક્ષેત્રનાં ડેઝર્ટ કોર મુખ્યાલય પહોંચ્યા
  • રાજ્યપાલે દેશની સમૃદ્ધિ અને વિકાસ માટેના સંકલ્પભાવ સાથે જવાનો અને તેમના પરિવારજનો સાથે દીપ પ્રજ્વલિત કર્યા
  • જોધપુર ડેઝર્ટ કોર તેમજ બીએસએફ સેક્ટર મુખ્યાલય, બાડમેર ખાતે જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી
  • બીએસએફનાં મહિલા પ્રહરીઓને ભાઈબીજના પાવન પર્વે બહેન-ભાઈનાં અમરપ્રેમનાં પ્રતીકરૂપે મીઠાઈ ભેટ આપી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે સ્વાર્પણ કરનારા જવાનો અને તેમના પરિવારજનો વચ્ચે દીપોત્સવી પર્વને મનાવી જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલ રાજસ્થાનના જોધપુર સ્થિત ભારતીય સેનાનાં ગુજરાત અને રાજસ્થાન ક્ષેત્રનાં ડેઝર્ટ કોર મુખ્યાલય પહોંચ્યા હતા. રાજ્યપાલે જવાનો અને તેમના પરિવારજનો સાથે દીપાવલીના પાવન પર્વે દેશની સમૃદ્ધિ અને વિકાસ માટેના સંકલ્પભાવ સાથે લેડી ગવર્નર દર્શના દેવી સાથે અહીં દીપ પ્રજ્વલિત કર્યા હતા અને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ ઉપરાંત રાજ્યપાલ નૂતનવર્ષનાં પ્રારંભે ભાઈબીજના પવિત્ર પર્વે સીમા સુરક્ષા બળનાં સેક્ટર મુખ્યાલય, બાડમેર ખાતે પહોંચ્યા હતા. સરહદની અહર્નિશ સુરક્ષા માટે તત્પર રહેતા બી એસ એફનાં જવાનોને રાજ્યપાલે દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમો અને ખાસ કરીને દેશભરમાં જનશક્તિ ને પ્રેરિત કરવા માટે સાઇકલ રેલીના સુચારુ આયોજન માટે બીએસએફના જવાનો-અધિકારીઓની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલે બી એસ એફનાં જવાનોના મનોબળને વધાર્યું
રાજ્યપાલે બી એસ એફનાં જવાનોના મનોબળને વધાર્યું

વેરાન સરહદી ક્ષેત્રમાં પણ માતૃભૂમિની નિ:સ્વાર્થ સેવા કરનારા જવાનો પ્રત્યે દેશને ગૌરવ છે એમ જણાવી રાજ્યપાલે બી એસ એફ નાં જવાનોના મનોબળને વધાર્યું હતું. રાજ્યપાલે બી એસ એફના મહિલા પ્રહરીઓની રાષ્ટ્ર સેવાને બિરદાવી હતી અને મહિલા પ્રહરીઓને ભાઈ બીજના પાવન પર્વે બહેન-ભાઈના અમર પ્રેમના પ્રતિક સ્વરૂપે મીઠાઈની ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બી એસ એફ નાં ઉપમહાનિરીક્ષક વિનીત કુમારે રાજ્યપાલનું સ્મૃતિ ચિહ્ન અને છોડ આપી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...