તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સખ્તાઈથી ફાયદો:રાજ્યમાં નકલી બાયોડીઝલના વેચાણ પર કડક પ્રતિબંધથી છ માસમાં પેટ્રોલ-ડીઝલના ટેક્સથી સરકારની આવક રૂ. 1662 કરોડ વધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • બાયોડીઝલના નામે ભળતા પદાર્થોના અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે: પ્રદિપસિંહ જાડેજા
  • રાજયમાં 324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત કરી 22 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં બાયોડીઝલના નામે ગેરકાયદેસર રીતે ભેળસેળવાળા વેચાતા ઈંધણો વેચતા લોકો સામે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. પ્રદિપસિહે જણાવ્યુ કે, બાયોડીઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો જેવા કે સોલ્વન્ટ, બેઝ ઓઇલ, યુઝ્ડ એન્જીન ઓઇલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે. આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયોડીઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે ભેળસેળયુક્ત ઇંધણ પરના પ્રતિબંધના કારણે ડીઝલની વપરાશમાં વધારો થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે.

ગેરકાયદે નકલી બાયોડીઝલ વેચતા 484 આરોપીઓની અટકાયત
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ઔદ્યોગિક વપરાશના બદલે વાહનોમાં વપરાતા આવા પ્રકારના ભેળસેળયુક્ત ઇંધણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપેલી અને જવાબદારો વિરૂધ્ધ કડક પગલાં લેવા આદેશો આપ્યો છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક હાથે કામગીરી શરૂ કરી દેવાઇ છે. અને રાજ્ય સરકારની આ ઝુંબેશના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં 324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત કરીને રૂપિયા 22.31 કરોડથી વધુનો મુદામાલ સાથે 38,95,817.28 લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂપિયા 11,36,23,000ની કિંમતના 222 વાહનો પણ સીઝ કરાયા છે અને આગામી સમયમાં પણ કડક હાથે ચુસ્ત કામગીરી માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

પ્રદીપસિંહ જાડેજાની ફાઈલ તસવીર
પ્રદીપસિંહ જાડેજાની ફાઈલ તસવીર

નકલી ઈંધણથી એન્જિનને થઈ શકે નુકશાન
તેમણે ઉમેર્યું કે, આવા ઇંધણો જો વાહનોમાં બળતણ તરીકે વપરાય તો તે વાહનોના એન્જીનને લાંબાગાળે વધુ નુકશાન પહોંચાડી શકે છે અને તેનાથી વાહનોની મરામતનો ખર્ચ વધી શકે છે. તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કલીન એર પ્રોગામ (NCAP) અંતર્ગત મિશન સ્વરૂપે એમ્બીયન્ટ એર ક્વોલીટી સુધારા માટે બનાવાયેલ એર એકશન પ્લાનના અમલીકરણમાં વિપરીત અસરો આવી શકે તેમ છે. તેને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.

પેટ્રોલિયમ પદાર્થના 3 નમૂના લઈ ટેસ્ટિંગ કરાશે
ગૃહમંત્રીએ કહ્યું કે, મુદ્દામાલ કબજે કરવા તથા તેના નમુના (સેમ્‍પલ) લેવા અંગે અધિકૃત અધિકારી દ્વારા બાયોડીઝલના નામે વેચાતા ભળતા પેટ્રોલિયમ પદાર્થોની ચકાસણી દરમ્‍યાન મળી આવેલ આવા પ્રકારનાં ભળતા પેટ્રોલિયમ પદાર્થોના 3 નમૂનાઓ લેવામાં આવશે. આ નમૂનાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. નમૂનો ફેઇલ થાય તો વિવિધ જોગવાઇઓના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરાશે. FIR નોંધ્યા બાદ સ્ટોરેજ લાયસન્સ, એક્સપ્લોઝીવ લાયસન્સ, NA, ફાયરસેફ્ટી, ગુમાસ્તા ધારા નોંધણી, GPCBની નોંધણી વગેરે લીધેલ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરાશે.

નકલી બાયોડીઝલ વેચાતું અટકતા સરકારની આવક વધી
વધુમાં તેમણે ઉમેર્યું કે, બાયોડિઝલના નામે વપરાતા ભળતા ઇંધણોના અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાના કારણે છેલ્લા છ માસમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણની આવકમાં 11%નો વધારો થયો છે અને તેને કારણે રાજ્ય કરવેરાની આવકમાં પણ રૂ. 1662 કરોડનો વધારો થયો છે અને 7,92,533 કિલો લીટર ડીઝલની વપરાશ થવા પામી છે.