ખુલાસો / શ્રમિકોને વતન મોકલવા મામલે સરકારનો હાઈકોર્ટમાં ખુલાસો, સરકારી ચોપડે માત્ર 7,512 શ્રમિકોની જ નોંધણી, 11 લાખને વતન મોકલ્યાંનો દાવો

Government's disclosure in High Court regarding repatriation of workers
X
Government's disclosure in High Court regarding repatriation of workers

  • દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી
  • શ્રમિકોને એસટી બસમાં તેમના વતન મોકલવા અંગે સરકારે રજૂ કર્યો જવાબ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:02 PM IST

અમદાવાદ. શ્રમિકોને વતન મોકલવા અને શ્રમિકોની સ્થિતિ મામલે હાઈકોર્ટમાં  દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જોકે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓથી મોટો ખુલાસો થયો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં માત્ર 7512 જેટલા જ પરપ્રાંતીય શ્રમિકો નોંધાયા છે. સરકારે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી છેકે, શ્રમિકોને એસટી બસમાં તેમના વતન મોકલવા એ વાયેબલ સોલ્યુશન નથી. શ્રમિકોને વતન મોકલવા રેલવે જ સારો વિકલ્પ અપનાવવો જોઇએ. નોંધનીય છેકે સરકાર દ્વારા 11 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હોવાની જાહેરાત સરકારી પ્રેસનોટમાં આપવામાં આવે છે, પરંતુ સરકારી ચોપડે માત્ર 7512 જ નોંધાયેલા શ્રમિકો છે. 

શ્રમિકોની સ્થિતિ અંગે કરવામાં આવી હતી અરજી
લોકડાઉન દરમિયાન શ્રમિકોની સ્થિતિ અંગે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો શ્રમિકો પાસેથી અનેક ગણું ભાડું વસૂલીને શોષણ કરી રહ્યાં હોવાથી ગુજરાત એસ.ટી.ની સાવ ફાજલ પડેલી બસો દ્વારા શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી