તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Government's Decision To Stop Offline Education Of Std. 1 To 9 In The State From Monday, Farmer Leader Rakesh Tikait Will Start Farmer Dialogue In Gujarat, Starting From Ambaji

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારનો નિર્ણય, ખેડૂત નેતા રાકેશ ટિકૈત અંબાજીથી ગુજરાતમાં કિસાન સંવાદ શરૂ કરશે

8 દિવસ પહેલા

નમસ્કાર!
રાજ્ય સરકારે સોમવારથી ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવી પહોંચશે. અંબાજી પહોંચી સવારે 11 વાગ્યે અંબાજીમાં મા અંબાના દર્શન કરશે . ત્યારબાદ ખેડૂતોનું અભિવાદન કરશે અને બપોરે અઢી વાગ્યે પાલનપુર ખાતે ખેડૂત સંવાદ કરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ--
ડોલરરૂ. 73.32-0.11

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

રૂ. 47,000-

આ 4 ઘટના પર નજર રહેશે

1) દિલ્હીનું કિસાન આંદોલન ગુજરાત ભણી, ખેડૂત નેતા રાકેશ ટિકૈત અંબાજી મંદિરે દર્શન કરી કિસાન સંવાદ શરૂ કરશે 2) મહેસાણાના છઠીયારડા ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂનની આજે જીવતા સમાધિ લેવાની જાહેરાત 3) અમદાવાદમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે 4) અમરેલી જિલ્લાના ચાર વેક્સિનેશન સેન્ટરની ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુલાકાત લેશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) ગુજરાતમાં સોમવારથી ધોરણ 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે સરકારે 18મી માર્ચથી 10મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું, ત્યારે શનિવારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલ એટલે કે સોમવારથી ધોરણ 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં માત્ર 24 કલાકમાં જ કોરોનાના ઓલટાઈમ હાઈ 2815 નવા કેસ અને સાડા 3 મહિના બાદ 13 દર્દીના મોત, એક્ટિવ કેસ 14 હજારને પાર
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. માત્ર 24 કલાકમાં જ ઓલટાઈમ હાઈ 2815 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2063 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 4, ભાવનગર, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 મળી કુલ 13 દર્દીના મોત થયાં છે. અગાઉ 11 ડિસેમ્બરે 13 મોત નોંધાયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 4552એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.03 ટકા છે. સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 14 હજારને પાર થઈ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, ખોટી રીતે મોટા બિલ બનાવનાર સામે કાર્યવાહી થશે, લોકડાઉન નહીં લાગે
રાજ્યની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસેથી મોટા બિલ વસૂલવા બિનજરૂરી દર્દીઓને દાખલ રાખનાર હોસ્પિટલોના સંચાલકો સામે એપિડેમિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. સાથે જ લોકડાઉન અંગેની વાતને તેમને નક્કારતા કહ્યું કે, લોકો માસ્ક પહેરે અને વેક્સિન લે તો ઝડપથી કોરોના પર કંટ્રોલ મેળવી શકાશે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં બે દિવસમાં મનપાના ચોપડે 20નાં મોત, સ્મશાનોમાં કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે 49 લોકોની અંતિમવિધિ, અંતિમસંસ્કાર માટે વેઇટિંગ
રાજકોટમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધી રહ્યી છે. તેની સાથે કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ કોરોના મોતના આંકડામાં સરકારી ચોપડે નોંધાયેલા અને શહેરનાં વિવિધ સ્મશાનમાં નોંધાયેલા મોતના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. દિવ્યભાસ્કરે રામનાથપરા સ્મશાનમાં રિયાલિટી ચેક કરતાં શહેરમાં બે દિવસમાં મનપાના ચોપડે 20નાં મોત બતાવવામાં આવ્યા છે. જ્યારે સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે, 49 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં રોજ 4 લાખ લોકોનું વેક્સિનેશન, 30 એપ્રિલ સુધીમાં 1.75 કરોડ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ શકે છે
દેશભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દૈનિક 30 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે. એમાં ગુજરાત પણ દરરોજ 2.5 લાખ લોકોને વેક્સિન આપવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી 4 લાખથી વધુ લોકોને વેક્સિનેશન થયું છે. એ જોતા દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં એકલા ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી સૌથી વધુ 15 ટકા નોંધાઈ છે. આગામી 30 એપ્રિલ સુધીમાં અંદાજે 1.75 કરોડ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ જશે, એટલે કે ગુજરાતની કુલ 6.48 લાખની વસતિમાંથી 18 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

6) પાલિતાણામાં આર્થિક લેવડદેવડમાં વ્યાજખોરોએ પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવ્યો, યુવકની હાલત નાજુક
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વ્યાજખોરોનો વરવો ચહેરો સામે આવ્યો છે. યુવક સમયસર વ્યાજ તથા મૂળ રકમ ચુકવી ન શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આર્થિક લેવડ દેવડ મામલે પાલિતાણામાં એક યુવકને વ્યાજખોરોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવતા સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનને હાલ ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. શનિવારે મોડી રાતે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો