તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી આયોગની ગંભીર નોંધ:સરકારી કર્મીઓ લાંચમાં પકડાય છે પણ તેને સજા ભાગ્યે જ થાય છે

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • એસીબીના કેસ નિષ્ફળ થતાં હોવાની તકેદારી આયોગની ગંભીર નોંધ
 • લાંચના 1576 કેસ પેન્ડિંગઃ 5 વર્ષમાં માત્ર 183 ગુના સાબિત

સરકારી અધિકારી- કર્મચારીઓના ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના કિસ્સાઓ ઉપર નિયંત્રણ માટે રાજ્ય સરકારે એસીબી તંત્રને સુદ્રઢ બનાવ્યું હોવાની વાતો થાય છે અને એસીબીની ટ્રેપની સંખ્યા પણ વધી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એસીબી ભ્રષ્ટ કર્મચારીઓ સામે ગુના સાબિત કરી શકતી નથી. વર્ષ 2019 સુધીના છેલ્લા 5 વર્ષોમાં અદાલતોમાં નિકાલ થયેલા એસીબીના 729 કેસ પૈકી એસીબી માત્ર 183 કેસોમાં લાંચના કેસ સાબિત કરી શકી છે. 459 કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા ભ્રષ્ટાચારી નિર્દોષ છૂટી ગયા છે.

વિધાનસભામાં રજૂ થયેલા તકેદારી આયોગના વર્ષ 2019ના અહેવાલમાં આયોગે નોંધ્યું છે કે અદાલતોમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના પડતર કેસોનો સત્વરે નિકાલ થાય તે જરૂરી છે. કેસોમાં વિલંબને કારણે પુરાવાઓ, સાક્ષીઓની હયાતી અને ઉપલબ્ધતાની સંભાવનાઓ ઘણી ઓછી થઇ જવાને પરિણામે કેસ નિષ્ફળ જવાની સંભાવના રહે છે.

આયોગની નોંધ મુજબ રાજ્યમાં એસીબીના 1576 કેસો અદાલતોમાં પડતર છે. જે પૈકી 844 કેસો તો વર્ષ 2015 પહેલાના પડતર છે. વર્ષ 2019માં 135 કેસોનો નિકાલ થયો હતો જેમાં 50 ટકાથી વધુ એટલે કે 70 કેસો સાબિત થઇ શક્યા ન હતા.

5 વર્ષમાં ACBના 372 છટકા નિષ્ફળ ગયાં
ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચ માંગનાર અધિકારી- કર્મચારીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવતું હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા કુલ 1509 છટકા પૈકી 1137 સફળ રહ્યા હતા જ્યારે 372 છટકા નિષ્ફળ રહ્યા હતા. વર્ષ 2019માં એસીબી દ્વારા વર્ગ-1ના 16, વર્ગ-2ના 62, વર્ગ-3ના 187, વર્ગ-4ના 8 અને ખાનગી 44 માણસો મળી કુલ 255 ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

સમય મર્યાદાનું પાલન નહીંઃ વિજિ. કમિશન
વીજીલન્સ કમિશને પોતાના અહેવાલમાં ગંભીર નોંધ લીધી છે કે આયોગ દ્વારા ભલામણ કરાયા પછી આક્ષેપિત અધિકારીને આરોપનામુ આપી શરૂ કરાતી ખાતાકીય તપાસ પૂર્ણ કરવામાં ઘણો સમય વ્યતિત થાય છે. સામાન્ય વહીવટ વિભાગે નિયત કરેલી સમય મર્યાદાનું પાલન શિસ્ત અધિકારીઓ દ્વારા કરવામાં આવતું નથી.

13 IAS-IPS સામે શિક્ષાત્મક ભલામણો
વીજીલન્સ કમિશને 2017થી 2019ના ત્રણ વર્ષમાં કુલ 1484 જાહેર સેવકો સામે શિક્ષાત્મક પગલાં લેવાની ભલામણ કરી હતી. જે પૈકી આઇએએસ, આઇપીએસ, આઇએફએસ કેડરના 11 અધિકારીઓ સામે, 985 ગેઝેટેડ ઓફિસર સામે અને 473 નોન ગેઝેટેડ ઓફિસર સામે શિક્ષાત્મક ભલામણો કરવામાં આવી હતી.

એક વર્ષમાં 170 કર્મીને શિક્ષા કરાઇ
​​​​​​​ગેરરીતિ કે અન્ય આક્ષેપ હોય તેવા સરકારી અધિકારી કર્મચારીઓ સામે તકેદારી આયોગ દ્વારા વર્ષ 2019માં કુલ 170 કિસ્સામાં શિક્ષાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં વર્ગ-1ના 6, વર્ગ-2ના 9 વર્ગ-3ના 78 કર્મીઓને મોટી શિક્ષા કરવામાં આવી હતી. વર્ગ-1ના 21, વર્ગ-2ના 36 અને વર્ગ--3ના 17 કર્મચારીઓને પેન્શન કાપના આદેશ કરવામાં આવ્યા હતા. વર્ગ-1થી ત્રણમાં એક એક એમ કુલ 3 અધિકારી- કર્મચારીઓને બરતરફ કરવાના આદેશ કરાયા હતા. વર્ગ-2ના એક અધિકારીને રૂખસદ અને એક અધિકારીને ફરજિયાત નિવૃત્તિની શિક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો