તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Government Will Take Over The Schools Which Do Not Show The Teacher Allotted By The Government, Action Will Be Taken For Non attendance Of Teachers.

શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી:સરકારે ફાળવેલા શિક્ષકને હાજર ન કરનાર સ્કૂલોને સરકાર હસ્તગત કરાશે, શિક્ષકોને હાજર ન કરવા બદલ કાર્યવાહી થશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે ફાળવેલા શિક્ષકોને હાજર ન કરનારી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય સરકારે ભલામણ કરેલા શિક્ષકોને હાજર ન કરનારી સ્કૂલોને સરકારે પોતાના હસ્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વડોદરાની ડભાસાની એક સ્કૂલ પર કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં શિક્ષકોને હાજર ન કરનારી વધુ સ્કૂલો સામે કાર્યવાહી થઇ શકે છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓનલાઇન કરતા સ્કૂલ સંચાલકોએ વિરોધ કર્યો હતો.

પહેલી વાર ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કેન્દ્રીય ધોરણે કરાઇ હતી, સાથે જ સ્કૂલોમાં ફાળવેલા શિક્ષકોને મુખ્યમંત્રીએ ભલામણ કરીને હાજર કરવા જણાવ્યું હોવા છતાં ઘણી સ્કૂલોએ આર્થિક લાભ માટે ઉમેદવારોને હાજર કર્યા ન હતા. આથી મુખ્યમંત્રી કાર્યલયથી જ સ્કૂલો પર કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ પહેલા કેન્દ્રીય ધોરણે થયેલી ભરતી પ્રક્રિયાને લઇને સ્કૂલ સંચાલક મંડળનો વિરોધ હતો. કારણ કે ભૂતકાળમાં શિક્ષકોની ભરતીમાં ઘણી ગેરરીતિ જાહેર થઇ હતી. સરકાર દ્વારા યોગ્ય મેરિટ ધરાવતા ઉમેદવારોને નોકરી મળે તે હેતુથી આ વર્ષથી ઓર્ડર પણ કેન્દ્રીય ધોરણે અપાયા છે.

માધ્યમિક સ્કૂલોમાં ઘર્ષણ ઘટશે
આગામી સમયમાં માધ્યમિક સ્કૂલોમાં થનારી શિક્ષકોની ભરતી પણ કેન્દ્રીય ધોરણે થશે. ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ભરતી મુદ્દે થયેલી કાર્યવાહીને કારણે માધ્યમિક સ્કૂલોમાં પણ સંઘર્ષ ઘટશે. જો સરકાર ગેરરીતિ આચરનારી ગ્રાન્ટેડ સ્કૂલોને પોતાના હસ્તક લેવાની શરૂઆત કરશે તો યોગ્ય રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને દરેક ઉમેદવારને ન્યાય મળશે.

અન્ય સમાચારો પણ છે...