ગુજરાત / એકલા વસવાટ કરતા નિઃસહાય વૃદ્ધ વડીલોને ભોજન પૂરુ પાડશે સરકાર, સેવાભાવી સંસ્થાઓનો સહયોગ લેવાશે

Government will  providing food to helpless elderly people living alone
X
Government will  providing food to helpless elderly people living alone

  • આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુક્ત કરાયા
  • જીવન આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો પણ પહોચાડવામાં સહાય કરશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:47 PM IST

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડીલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તે દિશામાં એક નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છેકે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડીલોને અને નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. 

કલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુક્તિ
આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. જે પ્રમાણે , અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- 155303, સુરત- આર. સી. પટેલ– 9824345560,  વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–0265- 2459502,  રાજકોટ- ચેતન ગણાત્રા 0281- 2476874, જામનગર- એ. કે. વસ્તાની 0288- 2553417, ભાવનગર- ડી. એમ. ગોહિલ 0278-2424814-15, ગાંધીનગર– અમિત સિંઘાઇ 9909954709 અને જૂનાગઢ- હિતેશ વામજા–9898146865નો સંપર્ક સાધી શકાશે. રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી