15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી પૂર્વે 14મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. રાજ્યને ગ્રીન કવર આપવાના ભાગરૂપે ચાલું વર્ષે ચોમાસા દરમિયાન વન મહોત્સવ અંતર્ગત 10.10 કરોડ વૃક્ષો રોપવામાં આવશે.
14મી ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતેથી રાજ્યકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ સ્થળે મારૂતિ નંદન વન બનાવાશે. આદિવાસી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હનુમાનજી મંદિર પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાને લઇને અહીં મારૂતિ નંદન વનનું આયોજન કરાયું છે. અન્ય તમામ જિલ્લાઓમાં પણ સમાંતર વન મહોત્સવ યોજાશે. વન વિભાગ દ્વારા વન મહોત્સવના ભાગરૂપે રાજ્યભરમાં 200 જેટલા ઓક્સિજન વન બનાવવાનું આયોજન કરાયું છે. એક હેક્ટર કરતા વધુ જમીન ઉપલબ્ધ હશે ત્યાં ઓક્સિજન વન બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.